Homeગુર્જર નગરીગુજરાતની આ ઘટના વાંચ્યા પછી પોલીસ પ્રત્યે તમને માન વધી જશે

ગુજરાતની આ ઘટના વાંચ્યા પછી પોલીસ પ્રત્યે તમને માન વધી જશે

Team Chabuk-Gujarat Desk: પોલીસ પ્રજાની મિત્ર છે એ યુક્તિ ફરી એક વખત છોટા ઉદેપુરના નસવાડી પોલીસ સ્ટેશનના સ્ટાફે સાબિત કરી બતાવી છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો જોઈએ તો નસવાડી પોલીસનો સ્ટાફ 13 જુલાઈના રોજ જ્યારે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને નસવાડી નજીક નર્મદા કેનાલની પાસે એક વ્યક્તિ  શંકાસ્પદ અને ભીખારી જેવી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ પોલીસે મનવતાભર્યા શબ્દો વાપરીને આ વ્યક્તિની પુછપરછ કરી હતી. જેમાં આ વ્યક્તિ એ પોતાનું નામ ભગવાન ભૂર્કે જણાવ્યું હતું.

ત્યાર બાદ પોલીસે વધારે તપાસ કરી હતી પરંતુ તે વ્યક્તિની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તે વધુ કંઈ પણ જણાવી શક્યો ન હતો. જેથી કરીને આ વ્યક્તિને નસવાડી પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. એક પોલીસ કર્મચારીએ આ વ્યક્તિનું નામ ફેસબુક માં સર્ચ કર્યું હતું. જેમાં આ વ્યક્તિની ફેસબુક પ્રોફાઈલ મળી આવી હતી. જેમાં આ વ્યક્તિનો ફોટો પણ હતો.

પોલીસ વધારે માહિતી મેળવવા માટે આ ફેસબુક આઇડીને ફંફોસી નાખ્યું હતું જેમાં પોલીસને જાણવા મળ્યું કે આ વ્યક્તિ નાંદેડ જિલ્લાનો છે. જેથી પોલીસ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ નાંદેડ પોલીસ જણાવ્યું હતુ કે, આ વ્યક્તિનું નામ ભગવાન આપારાવ ભુર્કે છે અને તેમની ઉંમર 32 વર્ષની છે.

ત્યાર બાદ નાંદેડ જિલ્લા પોલીસ આ વ્યક્તિના ગામમાં પહોંચી હતી અને ગામના લોકોને આ વ્યક્તિની તસવીર બતાવી હતી જેમાં એક વ્યક્તિ એ કહ્યું હતું કે, આ મારો જ ભાઈ છે અને તે છેલ્લા સાત માસથી કોઈને પણ કશું કહ્યા વગર ઘરેથી જતો રહ્યો છે. ત્યાર બાદ નાંદેડ પોલીસે ભગવાન ગુજરાતના નસવાડી પોલીસ સ્ટેશનમાં હોવાની જાણકારી આપતા સમગ્ર પરિવાર ભાવુક થઈ ગયો હતો અને રડવા લાગ્યો હતો. પરિવાર મહારાષ્ટ્રથી નસવાડી પહોંચ્યો હતો અને ભગવાન સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

ભગવાનને પરિવારમાં બે સંતાન અને પત્ની છે. જ્યારે પ્રથમ વખત ભગવાનને જોયો ત્યારે તે ખૂબ જ દયનીય હાલતમાં હતો પરંતુ નસવાડી પોલીસે તેની દાઢી અને સ્નાન કરાવીને સારા કપડાં પહેરાવ્યા હતા. પોલીસે ભગવાન ભુર્કેને સમયે સમયે ભોજન પણ કરાવ્યું હતું. આમ એક દયનીય હાલતમાં રખડી રહેલા વ્યક્તિને નસવાડી પોલીસે માનવતાના ધોરણે મદદ કરીને પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો. પરિવાર અને ભગવાનનું જ્યારે મિલન થયું ત્યારે દરેકની આંખો ભીંજાઈ ગઈ હતી. વાતાવરણ થોડીવાર માટે ભાવુક બની ગયું હતું. ભગવાન ભુર્કે મળી જતાં પરિવારજનોએ પણ નસવાડી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના પરથી કહી શકાય કે, ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસે સાબિત કરી આપ્યું છે કે ખરા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments