Homeદે ઘુમા કે“બોલિંગ ફેંકી રહ્યો છે કે ભીખ માંગી રહ્યો છે ?”, વિરૂના આ...

“બોલિંગ ફેંકી રહ્યો છે કે ભીખ માંગી રહ્યો છે ?”, વિરૂના આ જવાબથી અખ્તરની બોલતી થઈ હતી બંધ

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના પૂર્વ ખેલાડી વિરેન્દ્ર સેહવાગ પોતાની આક્રમક બેટિંગની સાથે સાથે આક્રમક વલણના કારણે પણ જાણીતો છે. ક્યારેક મેદાનમાં વિરોધી ટીમના ખેલાડી સાથે રકઝક થાય તો વિરેન્દ્ર સેહવાગ ખેલાડીને જડબાતોડ જવાબ આપી જ દે છે. સહેવાગ કોઈ પણ બોલરનો બેખોફ થઈને સામનો કરતો હતો.

2004માં ટીમ રાહુલ દ્રવિડની આગેવાનીમાં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. ત્રણ મેચની ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતી લીધી હતી. જેની પહેલી ટેસ્ટ મેચ મુલ્તાનમાં રમાઈ હતી. મુલ્તાનમાં જ સેહવાગે 309 રનની ઈનિંગ રમી હતી અને ભારતે આ મેચ 52 રનથી જીતી લીધી હતી. સેહવાગને આ ઈનિંગ બાદ મુલ્તાનના સુલ્તાનનું ઉપનામ પણ મળ્યું હતું.

આ મેચમાં શોએબ અખ્તરને સેહવાગે ઘણો પરેશાન કર્યો હતો. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે આ મેચનો સેહવાગ અને શોએબ વચ્ચેનો એક કિસ્સો શેર કર્યો છે. જે ખુબ મજેદાર છે.

માંજરેકરે કહ્યું કે, ક્રિકેટમાં કેટલાય મજેદાર કિસ્સાઓ છે આવો જ એક કિસ્સો ભારત અને પાકિસ્તાન વચ્ચે 2004 મુલ્તાન ટેસ્ટમાં બન્યો. જેમાં સેહવાગ ટ્રીપલ સેન્ચુરી બનાવી હતી. સેહવાગની આ ઈનિંગ દરમિયાન શોએબ અખ્તર બહુ પરેશાન થયો હતો અને સતત બાઉન્સર ફેંકવા લાગ્યો હતો. સેહવાગ ત્યારે 200 રન બનાવી ચુક્યો હતો અને બાઉન્સર બોલને ડક કરતો જઈ રહ્યો હતો. અખ્તર બાઉંસર ફેંકતો ગયો અને સેહવાગ તેને ડક કરતો ગયો.

આ દરમિયાન સેહવાગને ઉપસાવવા માટે અખ્તરે કહ્યું કે, “તું 200 રનથી વધુ બનાવી ચુક્યો છે, હું સતત બાઉંસર ફેંકી રહ્યો છું હવે એક પુલ શોટ ફટકારીને તો બતાવ.”

સંજય માંજરેકરે કહ્યું કે, “અખ્તરની આ વાત પર સેહવાગે જવાબ આપ્યો હતો કે, તુ બોલિંગ કરી રહ્યો છે કે ભીખ માંગી રહ્યો છે ?”

આ મેચમાં સચિન તેંડુલકરે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.  સચિને 194 રનની ઈનિંગ રમી હતી. ભારતે 5 વિકેટે 675 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાની ટીમ પહેલી ઈનિંગમાં 407 અને બીજી ઈનિંગમમાં માત્ર 216 રન જ બનાવી શકી હતી. આ મેચમાં સેહવાગને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments