Team Chabuk- National Desk: ઘાટમપુરના અંતરિયાળ એવા વિસ્તારમાં પીસેમા નામના ગામમાં મંગળવારે જે ઘટના બની તેણે એકાએક આગ પકડી લીધી છે. એક સૂકાયેલા પ્રાચીન કુંવામાંથી સો, પાંનસો અને બે હજારની કરન્સી નોટ નીકળવા માંડી. કેટલાક બાળકોએ લભેરના ફળના ગુચ્છાને દોરા વડે બાંધી અંદર નાખ્યું તો કેટલીય નોટો બહાર નીકળી આવી હતી. પવનની જેમ એવી વાત આસપાસના ગામમાં ફેલાઈ ગઈ કે કૂવામાંથી પૈસા નીકળે છે અને કૂવાની આસપાસ લોકોનાં ટોળેટોળા ઉમટવા લાગ્યાં.
સ્થાનિક ગામડાના લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કૂવામાંથી આઠથી નવ હજાર રૂપિયાની રોકડ રકમ નીકળી ચૂકી છે. હવે આ ખબર દૂર દૂર સુધી ફેલાઈ તો ક્યાં ક્યાંથી લોકો ગાડીઓ લઈ આવવા લાગ્યા અને પૈસા કાઢવાના ભગીરથ કાર્યમાં જોતરાઈ ગયા.
આ અંગે પસેમાના ગ્રામ પ્રધાન ઉર્ફે સરપંચ મહેન્દ્ર સિંહ યાદવે સમગ્ર ઘટના પર પ્રકાશ પાડતા કહ્યું કે, ગામના કિનારે પ્રાચીન શિવમંદિર આવેલું છે. તેના આંગણામાં એક સૂકાયેલું ખંઢેર છે. જ્યાં ચાલીસથી પચાસ ફૂટ ઊંડો કૂવો આવેલો છે. મંગળવારની બપોરે કેટલાક બાળકો આંગણામાં રમી રહ્યા હતા. જ્યારે છોકરાઓએ કૂવાની અંદર જોયું તો નોટ પડ્યા હતા. તેમણે લભેરના ચીકણા ફળને દોરાની મદદથી બાંધી કૂવામાં નાખ્યું તો અંદરથી સો, પાંનસો અને બે હજારની નોટ નીકળવા લાગી હતી.
કૂવામાંથી પૈસા નીકળે છે આ વાત સ્થાનિક અને આસપાસના ગામમાં ફેલાઈ જતાં પૈસા કાઢવા માટે લોકોની હોડ જામી હતી. પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા પ્રમાણે કૂવાની અંદર ઘાસ ભરાયેલું પડ્યું છે. ટોર્ચનો પ્રકાશ પાડીને જોતા કૂવાની અંદર હજુ પણ કેટલાક નોટ પડેલા દેખાય છે. અંદર એક મોબાઈલ પણ પડેલો દેખાઈ રહ્યો છે.
આ અંગે પોલીસ અધ્યક્ષ સંતોષ સિંહે જણાવ્યું હતું કે, કૂવામાંથી પૈસા નીકળવાની તો કોઈ જાણકારી હજુ સુધી પ્રાપ્ત નથી થઈ પણ આ અંગે ત્યાંના સ્થાનિક પોલીસની સાથે વાતચીત કરી આગળની કાર્યવાહી કરીશું. ગ્રામીણ લોકો કૂવામાંથી ધડાધડ નીકળી રહેલી નોટને લઈ એવી પણ શંકા સેવી રહ્યા છે કે, કોઈ ચોરે આ રૂપિયા ચોરી કર્યા હોવા જોઈએ અને છૂપાવવા માટે આ જગ્યામાં નાખી દીધા હોવા જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત