Homeગુર્જર નગરીહાર્ટ એટેકનો Live Video: વડોદરા સ્વામિનારાયણ મંદિરમાં વલસાડના બિલ્ડરે માથું ટેકવ્યું અને...

હાર્ટ એટેકનો Live Video: વડોદરા સ્વામિનારાયણ મંદિરમાં વલસાડના બિલ્ડરે માથું ટેકવ્યું અને પાંચ સેકન્ડ બાદ જમીન પર ઢળી પડ્યા

Team Chabuk-Gujarat Desk: જીવનમાં ક્યારે શું થઈ જાય કહી શકાય નહીં. શરીરમાંથી જીવ ક્યારે ચાલ્યો જાય તેની ખબર રહેતી નથી. વડોદરા શહેરમાં એક કાચા હ્રદયના લોકોને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. મંદિરમાં દર્શના કરવા આવેલા બિલ્ડરનું ભગવાનની સન્મુખ જ હાર્ટ એટેક આવતા મોત થયું છે. સમગ્ર બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જે લોકોને હચમચાવી મૂકે તેવા છે.

વડોદરા શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં વલસાડના બિલ્ડરનું હાર્ટ એટેક આવવાથી મોત થયું છે. પત્ની સાથે મંદિર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવેલા બિલ્ડરને મંદિરમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો અને તેમનું મોત થઈ ગયું હતું. હાલ હાર્ટ એટેકનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બિલ્ડરનું મોત કેદ થયું છે.

વડોદરા શહેરના સ્વામિનારાયણ મંદિરમાં વલસાડના બિલ્ડર જયંતીભાઈ ખેલપ મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. ઘટના 8 જુલાઈની છે. બપોરે પોણા બે વાગ્યાની આસપાસ વલસાડના બિલ્ડર જયંતીભાઈ ખેલપ વડોદરાના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. ભગવાનની સન્મુખ હાથ જોડીને થોડીવાર માટે તેઓ ઉભા રહે છે. બાદમાં માથું ટેકવે છે. માથું ટેકવ્યા બાદ હાર્ટ એટેક આવતાં તેઓ સંતુલન ગુમાવી બેસે છે અને માથું ટેકવ્યાની પાંચ જ સેકન્ડમાં જમીન પર ઢળી પડે છે. બિલ્ડર જયંતીભાઈને અચાનક આ રીતે જમીન પર પડતાં જોઈને આસપાસ દર્શન કરી રહેલા અન્ય દર્શનાર્થીઓ પણ હેબતાઈ જાય છે.

આસપાસ દર્શન કરી રહેલા દર્શનાર્થીઓ પણ ગભરાઈ જાય છે અને દોડીને જયંતીભાઈ પાસે આવે છે. પરંતુ બિલ્ડર જયંતીભાઈ ખેલપને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થઈ જાય છે. દર્શન કરતાં કરતાં ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં જ મૃત્યું થતાં ભક્તોમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના એક સપ્તાહ બાદ મંદિરના CCTV સામે આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments