Team Chbauk-Gujarat Desk: સુરતમાં ગઈકાલે કેટલીક તસવીરો વાઈરલ થઈ. જેમાં એક વ્યક્તિને અર્ધનગ્ન કરવામાં આવ્યો અને હાથમાં બેનર આપી બજારમાં ઘુમાવવામાં આવ્યો. આ વ્યક્તિ દક્ષિણ ભારતનો છે. તસવીરોની સાથે સાથે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જે જે લોકો વીડિયો જુએ છે તેમનો રોષ ભભૂકી ઉઠે છે. ન્યાયનો એક બીજો દરવાજો પણ છે, જેનો ઉપયોગ કરવાની જગ્યાએ આ લોકોએ દક્ષિણ ભારતના આ વ્યક્તિને બદનામ કર્યો.
કોરોના મહામારી ચાલી રહી છે. ધંધાઓ ઠપ થઈ ગયા છે. લોકો માલ લે છે પણ બદલામાં તેમની પાસે આપવા રૂપિયા નથી, કારણ કે કંઈક વેચાય તો રૂપિયા આપે. આવી જ સ્થિતિ કંઈક આ વ્યક્તિની હતી. સુરતના રિંગરોડ પર દૂર દૂરથી કાપડનાં વેપારીઓ ખરીદી કરવા માટે આવે છે. મૂળ તમિલનાડુનો વ્યક્તિ પણ અહીં ખરીદી કરવા માટે આવ્યો હતો.
આ વેપારીને છેલ્લા કેટલાય સમયથી સુરતના વેપારીઓને રૂપિયા આપવાના બાકી હતા. વેપારીઓનાં હાથમાં તમિલનાડુનો આ વેપારી આવી જતાં તેને પ્રથમ અર્ધનગ્ન કરવામાં આવ્યો હતો. કમરથી નીચેના ભાગ પર સાડી પહેરાવવામાં આવી હતી. હાથમાં ખાખી કલરનું પૂંઠુ પકડાવ્યું જેમાં ચોર લખેલું હતું અને પછી બજારમાં ઘુમાવી તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો.
વીડિયો વાઈરલ થતા અને લોકોના મોબાઈલમાં આવતા લોકોનો રોષ જ્વાળામુખીની જેમ ફાટ્યો હતો. ગુજરાતમાં એક તો પરપ્રાંતિય વ્યક્તિ ધંધો કરે છે, તેની સાથે આ પ્રકારનું વર્તન કરી ગુજરાતીઓ અને વેપારી સમુદાયની છબી તો આ વ્યક્તિની સામે બગડી જ છે, પણ તેમને પોલીસ સ્ટેશને જઈ ‘આ વ્યક્તિ પૈસા નથી આપતો’ તેવો ગુનો પણ દાખલ ન કર્યો. ઠેર ઠેર એક જ વાત થઈ રહી છે કે પૈસા નહોતા આપતા તો પોલીસ સ્ટેશને જવાની જરૂર હતી, આ રીતનું કૃત્ય કરવાની નહીં.
આ પ્રકારની ઘટના બની છે તેની જાણ સુરતની સલાબતપુરા પોલીસને થઈ હતી. તેમણે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત