Team Chabuk-Gujarat Desk: સુરતના આઠવાલાઈન્સના સોની ફળિયામાં રહેતા એક 50 વર્ષીય આધેડ, જેમને ખૂદના ત્રણ સંતાનો છે, તેમણે સાત વર્ષીય બાળકી સાથે અડપલાં કર્યા હતા. આસપાસના લોકોને જ્યારે આધેડની વિકૃત દૃષ્ટીની જાણ થઈ તો તેમણે બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધી આરોપી આધેડની ધરપકડ કરી છે.
આધેડનું પરાક્રમ
સુરતમાં ક્યારેક મહિલા સાથે દુષ્કર્મ તો ક્યારેક યુવતી સાથે છેડતીની ઘટનાઓ રોજબરોજનો ભાગ બની ગઈ છે. હવે શૈતાનોની આંખોથી બાળકીઓ પણ સુરક્ષિત નથી. સુરત શહેરમાં આઠવાલાઈન્સના સોની ફળિયામાં રહેતા 50 વર્ષીય આધેડે વિકૃત પરાક્રમ કર્યું છે. સાત વર્ષની બાળકી રમતી હતી. રમતી રમતી આ આધેડના ઘરમાં બોલ ચાલ્યો જતાં લેવા પહોંચી હતી. આધેડની આ બાળકી પર નજર બગડી ગઈ. એણે લોકોની નજરમાં ન આવે એમ બાળકીને અડપલાં કરી લીધા હતા.
કેવી રીતે ખબર પડી?
બાળકી પોતાની માતા પાસે ગઈ હતી અને ત્યાં જઈ તેણે સમગ્ર વિગત કહી દીધી હતી. માતાએ સોસાયટીના પ્રમુખ અને બિલ્ડિંગના રહેવાસીઓને વાત કરી હતી. સોસાયટીના લોકો એકઠા થયા હતા અને આધેડની પીટાઈ કરી હતી. બરાબરનો માર આપ્યા બાદ તેને પોલીસને હવાલે કરી દીધો હતો. બાળકીની માતાએ આધેડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જોકે સોસાયટીમાં પ્રથમ વખત આવી હિચકારી ઘટના બનતા સન્નાટો છવાઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત