Homeગુર્જર નગરીચોટીલા: ધોરણ દસનાં ત્રણ કેન્દ્રમાં ચાર વિદ્યાર્થીઓની પરીક્ષા અને 42 કર્મચારીઓ રોકાયા

ચોટીલા: ધોરણ દસનાં ત્રણ કેન્દ્રમાં ચાર વિદ્યાર્થીઓની પરીક્ષા અને 42 કર્મચારીઓ રોકાયા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા (Chotila) તાલુકાની પરીક્ષાની બેઠક વ્યવસ્થા સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ચોટીલામાં અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા (Exam) આપવાની હોય તેવા રિપીટર વિદ્યાર્થીઓ કુલ ચાર છે. ચાર વિદ્યાર્થીઓ માટે ત્રણ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. ચાર વિદ્યાર્થી-ત્રણ કેન્દ્ર અને સૌથી મોટી વાત એ છે કે કુલ 40થી વધારે કર્મચારીઓ આ ચાર વિદ્યાર્થીઓ પાછળ રોકાશે.

હવે આ પ્રકારના મેનેજમેન્ટના કારણે તંત્રને આર્થિક રીતે નુકસાન તો પહોંચ્યું જ છે. શુક્રવારના રોજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું પેપર હતું. ત્યાં ખ્યાલ આવ્યો કે ચાર પરિક્ષાર્થીઓ માટે ત્રણ કેન્દ્ર ફાળવી અણઘડ વહિવટનું મોટું ઉદાહરણ અપાઈ ગયું છે.

આ ચાર વિદ્યાર્થીઓને જે શાળા ફાળવવામાં આવી તેમાંથી બે વિદ્યાર્થીઓ સરકારી હાઈસ્કૂલમાં છે, 1 ઉત્તર બુનિયાદીમાં અને એક પરિક્ષાર્થી એન.એન.શાહ હાઈસ્કૂલમાં છે. અર્થાત્ પૂરતુ સોશિયલ ડિસ્ટન્સ! હાલ ચોટીલાના શાળા સંચાલકોમાં આટલા મોટા બ્લન્ડરની વાતો થઈ રહી છે, કારણ કે સરકારને મસમોટો ખર્ચ થશે ઉપરથી એક કેન્દ્રમાં એક જ વિદ્યાર્થીની પાછળ કુલ 14 કર્મચારીઓ રોકાય છે. ત્રણ કેન્દ્રના કર્મચારીઓનો સરવાળો થાય છે 42.

બેઠક વ્યવસ્થાનો આટલો મોટો છબરડો સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક એક વ્યક્તિ એક એક પરિક્ષાર્થીની પાછળ રોકાય છે. પોલીસથી લઈને પટ્ટાવાળા સુધી સૌએ એક જ પરિક્ષાર્થીની પાછળ રહેવું પડે છે. તેની જગ્યાએ ચાર વિદ્યાર્થીઓને એક જ સ્કૂલમાં નહોતા રાખી શકાતા? એક ક્લાસમાં એક તોપણ 42 મેન પાવર તો ખર્ચ થાત જ નહીં ને?  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments