Homeગુર્જર નગરીપોરબંદર: સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો યોજાશે વેબિનાર, લિન્ક મેળવવા આ નંબર પર કરો...

પોરબંદર: સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો યોજાશે વેબિનાર, લિન્ક મેળવવા આ નંબર પર કરો વોટ્સએપ

Team Chabuk-Gujarat Desk:  જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર દ્વારા તારીખ ૧૮ જુલાઇના રોજ સવારે ૧૧ કલાકે “સ્પર્ધાત્મક પરીક્ષા અંગે જાણકારી તેમજ સફળતા મેળવવા માટેની વ્યૂહરચના” વિષય પર ઓન-લાઇન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનાર અત્રેની કચેરીના ઓફિશિયલ ફેસબૂક પેઇજના માધ્યમથી લાઈવ કરવામાં આવશે. આ વેબીનારનો લાભ લેવા ઇચ્છુક ઉમેદવારોએ વેબિનાર લિન્ક મેળવવા ૦૨૮૬ ૨૨૨૨૦૪૧  નંબર પર વોટ્સએપ મેસેજ કરવા જિલ્લા રોજગાર વિનીમય કચેરી દ્વારા જણાવાયુ છે.

સાંસ્કૃતિક સ્પર્ધા

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા સંયુક્ત રીતે ગાયન (સુગમસંગીત, લગ્નગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), લોકગીત, ભજન સ્પર્ધાનું આયોજન કરાયુ છે. જેમાં ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીના, ૧૫ વર્ષથી ૨૦ વર્ષ સુધીના, ૨૧ વર્ષથી ૫૦ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજૂથમાં કલાકારો ભાગ લઇ શકશે. સ્પર્ધાની વિડીયો ક્લિપ તૈયાર કરી તા.૧૯ ઓગસ્ટ બપોર ૧૨.૦૦ કલાક સુધીમા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ગાંધી સ્મૃતિ ભવન,કનકાઈ મંદિર પાસે,પોરબંદર ખાતે મોકલવાની રહેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧૦૦૦/-,દ્રિતીય વિજેતાને રૂ.૭૫૦/- તેમજ તૃતીય વિજેતાં રૂ.૫૦૦/-ઇનામ આપવામાં આવશે. રાજ્યકક્ષાની ગાયન સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ.૫,૦૦૦/- મુજબ ઇનામો આપવામાં આવશે.

આ અંગેની વધુ માહિતી મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobileasports

તેમજ યુ ટ્યુબ ચેનલ http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rk ensUaz-9 પરથી મળી શકશે.

તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, પોરબંદરના બ્લોગ એડ્રેસ www.dsoporbandar.blogspot.com uzell zuuloll Gun 248 zuul adoll zygi hulsel મળી રહેશે. વધુ માહિતી માટે અત્રેની કચેરીનો સંપર્ક કરવા જણાવાયુ છે

પોરબંદર આઇ.ટી.આઇ ખાતે પ્રવેશ

આઇ.ટી.આઇ પોરબંદર ખાતે કોપા, વાયરમેન, ઇલેક્ટ્રીશીયન, ફીટર, વેલ્ડર, ડીઝલ મિકેનિક, સુઈંગ ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક મિકેનિક, હેલ્થ સેને. ઇસ્પેકટર, આર્મેચર મો. રીવાઈન્ડીંગ ટ્રેડમાં પ્રવેશ આપવાનું ચાલુ છે. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ તા.૨૦ જુલાઇ સુધીમાં ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે આઈ.ટી.આઈ. પોરબંદર ખાતે તા ૨૧ જુલાઇ સુધીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી જુલાઈ માટે સંસ્થા ખાતે રૂબરૂ સંપર્ક કરવા આચાર્યશ્રી આઇ.ટી.આઇ પોરબંદર દ્વારા જણાવાયુ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments