Homeગુર્જર નગરીઈતિહાસમાં પ્રથમ વખત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ ‘માસ પ્રમોશનને...

ઈતિહાસમાં પ્રથમ વખત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ ‘માસ પ્રમોશનને આભારી’

Team Chabuk-Gujarat Desk: ગુજરાત બોર્ડ (Gujarat Board)નું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (science)નું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે. પરીક્ષા વિના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion) અપાયા બાદ વિદ્યાર્થીઓ પરિણામ (Result)ની રાહ જોઈને બેઠા હતા. અંતે આજે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થઈ જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ હાલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ શાળાઓ જ જોઈ શકશે.

કુલ 1,07,264 રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. ઈતિહાસમાં પ્રથમ વખત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. પરિણામની વિગતે વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 3245 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. 15,284 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. 24,757 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 26,831 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 22,174 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 12,071 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ, 2,609 વિદ્યાર્થીઓને D ગ્રેડ, 289 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ અને 4 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મળ્યો છે.

ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા

ગ્રેડવિદ્યાર્થીઓની સંખ્યા
A13245
A215,284
B124,757
B226,831
C122,174
C212,071
D2609
E1289
E24
કુલ1,07,264

43,142 વિદ્યાર્થીઓ A ગ્રુપ, 64,106 વિદ્યાર્થીઓ B ગ્રૂપ અને 16 વિદ્યાર્થીઓ AB ગ્રૂપ સાથે ઉતિર્ણ થયા છે. ગુજરાતી માધ્યમના 78,045, હિન્દીમાં 1439, મરાઠી 117, ઉર્દુ 59 તેમજ અંગ્રેજી માધ્યમના 27,104 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.

કોરોનાના કારણે પરીક્ષા લેવાઈ શકે તેવા સંજોગો ન હોવાથી સરકાર દ્વારા ધોરણ 12માં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશ આપવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પરિણામમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલ આ પરિણામ શાળાઓ જ જોઈ શકશે. ત્યારબાદ શાળાઓ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર થયા પછી કોઈ વિદ્યાર્થીને પરિણામથી કોઈ વાંધો કે અસંતોષ હોય તો તેઓ પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવી શકશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ  બોર્ડ અલગથી પરીક્ષા યોજશે. જે અંગેનો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments