Homeગુર્જર નગરીક્રાઈમ પેટ્રોલ સિરીયલ જોતાં જોતાં સસરો પુત્રવધૂના શરીરના કેટલાક ભાગને સ્પર્શ કરતો,...

ક્રાઈમ પેટ્રોલ સિરીયલ જોતાં જોતાં સસરો પુત્રવધૂના શરીરના કેટલાક ભાગને સ્પર્શ કરતો, આખરે પુત્રવધૂએ ભર્યું એવું પગલું કે…

Team Chabuk-Gujarat Desk: ટીવી પર આવતા ક્રાઈમ પેટ્રોલ (Crime Petrol) શોને એક આધેડ કાયમી જોતો હતો. આ શોમાં જ્યારે ઉત્તેજનાત્મક દૃશ્ય આવે ત્યારે આધેડની અંદર હવસના સાંપોલિયા દોડવા લાગતા હતા અને તે બીજા કોઈને નહીં પણ પોતાની પુત્રવધૂને પોતાની પાસે બેસાડી શરીરના વિવિધ ભાગોમાં સ્પર્શ કરતો હતો. આ નરાધમ સસરાને ખબર નહોતી કે તેની આ હવસનું ભવિષ્યમાં કેટલું ખરાબ પરિણામ આવવાનું છે.

આ ઘટના બની છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં. જ્યાં પિતા સમાન સસરા અને પુત્રવધૂના સંબંધો લજવાયા છે. અહીં ઢગો સસરો પહેલા તો ક્રાઈમ પેટ્રોલ સિરીયલ જોતો, જોતાં સમયે પુત્રવધૂને નજીક બેસાડતો અને બાદમાં તેના શરીરના વિવિધ ભાગો પર અડપલાં કરતો. યુવતીએ પિયર પોતાની માતાને સસરા શું શું કરે છે તે અંગે વિગતે જણાવ્યું હતું, પણ બાદમાં પાણી માથા માથેથી જતું હોય પુત્રવધૂએ રોજ રોજના આ અડપલાંથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગેની વેવાઈ વિરૂદ્ધ ફરિયાદ પુત્રીની માતાએ નોંધાવી છે. હાલ તો વેજલપુર પોલીસે આ અડપલાંખોર સસરાની (Father in Law) ધરપકડ કરી છે.

2021ના આ જાન્યુઆરી મહિનામાં જ આણંદ જિલ્લામાં રહેતી 40 વર્ષીય મહિલાની પુત્રીના અમદાવાદ ખાતે લગ્ન થયા હતા. આ યુવતી જે પરિવારમાં રહેતી હતી તેની સાથે તેના પતિ, સસરા, બે જેઠ અને જેઠાણી રહે છે. લગ્ન બાદ જ્યારે પુત્રી માતાને ત્યાં ગઈ ત્યારે તેણે સસરાના અડપલાંક્રમનો ખુલાસો કર્યો હતો. સસરો કોઈ વસ્તુ લેવા માટે રસોડામાં પ્રવેશતો હતો અને પુત્રવધૂના શરીરના વિવિધ ભાગને વસ્તુ લેવાના બહાને અડકી લેતો હતો.

યુવતીએ તેની માતાને અડપલાંખોર સસરા વિશે એ પણ જણાવ્યું હતું કે, આખો દિવસ ઘરમાં જ રહેતા અને ટીવીમાં આવતી ક્રાઈમ પેટ્રોલ સિરીયલ જોતા. સિરીયલમાં જ્યારે ઉત્તેજનાત્મક દૃશ્ય આવે ત્યારે પુત્રવધૂને નજીક બોલાવી તેના શરીરના વિવિધ ભાગોમાં સ્પર્શ કરી સંતોષ લેતો હતો. આખરે કંટાળીને યુવતીએ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.

પ્રથમ તો યુવતીની માતાને એવી જાણ થયેલી કે એમની પુત્રી દાદરા પરથી પડી ગઈ છે પણ ત્યાં આવ્યા બાદ ખબર પડી કે તેમની પુત્રીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલ કરી લીધું છે. હાલ યુવતીની માતાએ આરોપી સસરાની વિરૂદ્ધ છેડતી અને દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments