Homeગુર્જર નગરીજસદણ: ‘હું IPS છું…’ કહી સામાન્ય લોકોને ખંખેરી નાખતો નકલી IPS જબ્બે

જસદણ: ‘હું IPS છું…’ કહી સામાન્ય લોકોને ખંખેરી નાખતો નકલી IPS જબ્બે

Team Chabuk-Gujarat-Desk: ખાખી વરદી પહેરી રોફ જમાવવાના અભરખા જેલના સળિયાની પાછળ લઈ જાય છે. ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ બનવા પામી છે, છતાં પણ આરોપીઓ નકલી પોલીસ બની સામાન્ય લોકોને હેરાન કરી પોલીસની છબી ખરડાવતા રહે છે. આવા જ એક નકલી આઈપીએસની (IPS) પોલીસે ધરપકડ કરી લીધી છે. જે લોકોને ધાકધમકી આપી રંઝાડતો હતો.

આ ઘટના બની છે રાજકોટ શહેરના જસદણ તાલુકામાં. જ્યાં નકલી આઈપીએસ ((IPS)) બની તોડપાણી કરનારા એક ઠગીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નકલી આઈપીએસને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટના ઉપરથી પડદો ત્યારે હટ્યો જ્યારે જસદણ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાણા સાહેબને બાતમી આપવામાં આવી. એમને ખબર મળી કે જસદણ અને વીંછીયા બાયપાસ ઉપર એક આઈપીએસ ઓફિસર રખડી રહ્યો છે અને લોકો પાસેથી પૈસાનો તોડ કરી રહ્યો છે. તેની પાસે નકલી આઈકાર્ડ છે જે બતાવી તે સામાન્ય લોકોને ખંખેરી લે છે.

જસદણ પોલીસે આ નકલી આઈપીએસને પકડવા માટે વોચ ગોઠવી હતી. જેમાં ધંધુકા તાલુકાના ફેદરા ગામનો સંજય પોપટભાઈ પટેલ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી નકલી આઈકાર્ડ મળી આવ્યું હતું. નકલી આઈપીએસ સંજીયા વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તો સંજીયે કોની કોની પાસેથી તોડપાણી કર્યું અને કયા પ્રકારના ગુનાહિત કૃત્યો આચર્યા તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments