Homeગુર્જર નગરીજામનગર: 17 વર્ષીય પુત્રીને પેટમાં દુખતું હતું, ડોક્ટરે તપાસ કરતા પરિવારજનોના પગ...

જામનગર: 17 વર્ષીય પુત્રીને પેટમાં દુખતું હતું, ડોક્ટરે તપાસ કરતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ

Team Chabuk-Gujarat Desk: જામનગરમાં રહેતા પરિવારની માથે આભ તૂટી પડ્યું જ્યારે હોસ્પિટલે ગયા બાદ તેમને ખબર પડી કે તેમની 17 વર્ષીય પુત્રી ગર્ભવતી છે. આ કિશોરીના નિવેદનના આધારે પોલીસે એક નરાધમ વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે. દુકાનમાં બેસવા આવતા આ શખ્સે બે મહિનામાં ત્રણ વખત કિશોરી સાથે શરીરસુખ માણ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં રોજ ચારથી વધારે દુષ્કર્મ અને છેડતીના ગુનાઓ નોંધાઈ છે. જે સમગ્ર ગુજરાત માટે શરમજનક ઘટના છે. આ વખતે જામનગરની એક માસૂમને નરાધમે પોતાના હવસનો શિકાર બનાવી તેને ગર્ભવતી કરી દીધાનો ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. શહેરમાં રહેતા એક પરિવારની પુત્રીને પેડુના ભાગે બે દિવસથી અસહ્ય દુખાવો રહેતો હતો. આથી પરિવારના લોકો તેને હોસ્પિટલે લઈ ગયા હતા.

પરિક્ષણમાં 17 વર્ષીય કિશોરી ગર્ભવતી હોવાની જાણ થતાં ડોક્ટરો ચોંકી ગયા હતા અને પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પુત્રીને ફોસલાવીને તેની પાસેથી પરિવારજનોએ વાત કઢાવી હતી, જ્યાં જાણવા મળ્યું હતું કે એક શખ્સે છરીની અણીએ બીક બતાવી તેની સાથે કુકર્મ આચર્યું છે.

પોલીસ સ્ટેશને પરિવારના લોકોએ જઈ અખ્તર સૈયદ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં સામે આવ્યું છે કે, આ સગીરા જે દુકાનમાં કામ કરવા માટે જતી હતી ત્યાં અખ્તર પણ બેસવા માટે આવતો હતો. જેણે વખારમાં લઈ જઈ સગીરા ઉપર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે કિશોરીના નિવેદનના આધારે અખ્તર ઉપર પોક્સો સહિતની કલમો લગાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments