Team Chabuk-Gujarat Desk: ક્ષણિક રોષ ક્યાંથી ક્યાં સુધી લઈ જાય તેનું એક જીવતું ઉદાહરણ સામે આવ્યું છે. ક્ષણિક રોષમાં જ પતિએ પત્નીની હત્યા કરી નાખી. હત્યા પણ કેવી રીતે, પત્ની જ્યારે ગેલેરીમાં બેસી ગીત સાંભળી રહી હતી ત્યારે પાછળથી ધક્કો મારી દીધો. જેથી એક તબક્કે તો હત્યા છે? આત્મહત્યા છે? કે અકસ્માત? તેનો ખ્યાલ પણ ન આવે. જોકે કાયદાના લાંબા હાથે ધક્કાબાજ પતિને ઝડપી જ પાડ્યો.
આ ઘટના બની છે રાજકોટના ધોરાજી તાલુકાના ચિસ્તીયાનગર કોલોનીમાં. જ્યાં પત્ની ઝિન્નતબહેન અને પતિ ઈમ્તિયાઝભાઈ દલાલ વચ્ચે ઘર મેળે ઠામળા ખખડ્યા હતા. ગઈકાલે ગૃહકંકાસ વધી ગયો હતો. વાતાવરણમાં તનાવ વ્યાપી ગયેલો, પણ ઝિન્નતબહેનને નહોતી ખબર કે તેમની સાથે શું થવાનું છે? એ જ્યારે ગેલેરીમાં બેસી રિયાઝ સાંભળી રહ્યા હતા ત્યારે આવેશમાં આવી પતિએ તેમને પાછળથી ધક્કો મારી દીધો હતો. ઝિન્નતબહેન ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પણ ત્યાં સુધીમાં તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. તબીબે એમને મૃત જાહેર કર્યા હતા.
ઘટના બની હોવાની જાણ પોલીસને થઈ હતી અને પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. તેમણે મૃતદેહનો કબ્જો લીધો હતો અને સરકારી હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે ખસેડ્યો હતો. બાદમાં હત્યા કરનારા પતિ ઈમ્તિયાઝને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં ધક્કાખોર પતિની ધરપકડ કરી તેની વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
આ અંગે મૃતકની બહેને જણાવ્યું હતું કે, સવારમાં સાડા છ વાગ્યે આ બનાવ બન્યો હતો. તો ધોરાજીના પોલીસ ઈન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 29 જુલાઈના રોજ ઝિન્નતબહેનના પુત્રની સગાઈ હતી, આ માટે તેમના ભાઈએ બસ ભાડે કરાવી આપી હતી. પતિ ઈમ્તિયાઝ રોષે ભરાયો હતો અને ખૂદ સક્ષમ છે એવું સંભળાવી ઝઘડો કર્યો હતો. બાદમાં ઝિન્નતબહેન જ્યારે અગાસી પર રિયાઝ સાંભળી રહ્યા હતા ત્યારે ઈમ્તિયાઝે તેમને ધક્કો મારી દીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત