Homeગુર્જર નગરીસુરતમાં પોલીસ જવાને દંડની ઉઘરાણીના 500 રૂપિયા લીધા પણ રસીદ ન આપી

સુરતમાં પોલીસ જવાને દંડની ઉઘરાણીના 500 રૂપિયા લીધા પણ રસીદ ન આપી

Team Chabuk-Gujarat Desk: પોલીસ પર જનતાને પૂરો વિશ્વાસ છે, પણ કોઈ કોઈ વખત એવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે કે વગર કારણે પોલીસ ફોર્સ કલંકિત થઈ જાય છે. કોરોના આવ્યા બાદ માસ્ક ન પહેરવા પર પૈસાની ઉઘરાણી કરવાનો નિયમ છે. એમાં સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જગ્યાએ લોકોને અટકાવી રૂપિયા ખંખેરતા એક પોલીસ જવાનનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને વાઈરલ વીડિયો અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

વીડિયો સામે આવ્યા બાદ ચકચાર એટલી મચી જવા પામી છે, કારણ કે વીડિયોમાં પોલીસ જવાન રૂપિયા તો ઉઘરાવી રહ્યો છે, પણ બદલામાં રસીદ નથી આપી રહ્યો. સમગ્ર ઘટના કંઈક એવી છે કે સુરતની પુણા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન નંબર ત્રેવીસમાં કર્મચારી તરીકે નીરલ અને કોન્સ્ટેબલ મુકેશ ફરજ પર હાજર હતા. જેમાં પીસીઆર વાનને એક જગ્યાએ ઊભી રાખવામાં આવી હતી અને ત્યાંથી પસાર થતા લોકો પાસેથી દંડ ઉઘરાવવાનો શરૂ કર્યું હતું. જ્યાં દંડ ભરનારાઓને રસીદ ન આપતા હોવાની માહિતી સામે આવી હતી.

કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી અને વીડિયો વાઈરલ કરી દીધો હતો. વીડિયોમાં પોલીસ જવાન માસ્કના દંડ પેટે એક હજાર રૂપિયા માગે છે, પણ સામેનો વ્યક્તિ એટલા પૈસા ન હોવાનું કહેતા મામલો પાનસોમાં પતે છે. પોલીસ જવાન પાનસો રૂપિયા લે છે, પણ કોઈ પ્રકારની રસીદ આપ્યા  વગર જ ગાડીને જવા દે છે.

આ વાઈરલ વીડિયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા તેમણે તપાસનો ધમધમાટ આદર્યો છે. આ પહેલા પણ સુરત પોલીસની છબી દંડની ઉંઘરાણી કરવી પણ રસીદ ન આપવી સહિતની ઘટનાઓમાં ખરડાઈ છે ત્યારે આ પોલીસ ઓફિસર વિરુદ્ધ ઉચ્ચ પોલીસ પ્રશાસન કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments