Team Chabuk-Gujarat Desk: તહેવારોની રોનકને છેલ્લા બે વર્ષથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રથયાત્રા સહિતના ઉત્સવો, પરંપરા જાળવવા માટે જનતાની હાજરી વિના ઉજવાઈ જાય છે, જ્યારે જનતાના મોજશોખના દિવસો પર તો રીસસરનું કોરાનાસૂરનું ગ્રહણ લાગી ગયું છે. ભારતભરમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના દેખાતી હોય કોઈ મોટા મેળા કે કાર્યક્રમો કરવાની જગ્યાએ તંત્ર રોકથામ લગાવી રહ્યું છે. કારણ પણ વ્યાજબી છે. બીજી લહેરમાં કફોડી સ્થિતિ થઈ ગઈ હતી જેથી આ વખતે પણ ઠેર ઠેર યોજાતા મેળાઓ અને ભારે જનમેદની એકઠી ન થાય તે દિશામાં તંત્ર અગમચેતીનાં પગલાં ભરી રહ્યું છે.
આ દિશામાં હવે જામનગર શહેરમાં યોજાતા મેળા પર રોક લાગી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે જામનગરમાં શ્રાવણી મેળો નહીં યોજાય. જામનગરમાં લોકપ્રિય એવો આ મેળો પ્રદર્શન ગ્રાઊન્ડ અને રંગમતી નદીના પટમાં ઉજવાય છે. જામનગરનો આ મેળો દૂર દૂર સુધી ખ્યાતિપ્રાપ્ત છે. શહેરના લોકો તો આનંદ માણે જ છે પણ આસપાસના વિસ્તારના લોકોનું માનવ મહેરામણ પણ ઉમટી પડે છે. ખાસ ગામડાના લોકો મેળાને માણવા માટે ઉમટી પડે છે. આ વર્ષે પણ જામનગરનો શ્રાવણી મેળો રદ થવાના કારણે શહેરીજનો અને ગ્રામ્યજનોમાં નિરાશા પ્રવર્તી ગઈ છે.
લોકમેળો રદ કરવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયાએ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાલ કોરોનાની પરિસ્થિતિને જોતા શ્રાવણી મેળો નહીં યોજાય. છેલ્લા બે વર્ષથી વેપારીઓની સ્થિતિ કોરોનાના કારણે ડૂકી ગઈ છે. મેળાઓ ન યોજાવાના કારણે શ્રાવણના કમાણીના દિવસનો છેદ ઉડી ગયો છે. વેપારીઓ આ કપરી સ્થિતિમાંથી બહાર આવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત