Homeગુર્જર નગરીઅરવલ્લી: મહિલા LRD જવાને પંખા સાથે લટકી આત્મહત્યા કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ

અરવલ્લી: મહિલા LRD જવાને પંખા સાથે લટકી આત્મહત્યા કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ

Team Chabuk-Gujarat Desk: છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે. ખાસ તો સરકારી કર્મચારીઓ અને તેમાં પણ બે પોલીસ જવાનના આ જ મહિને આપઘાતના બનાવો બન્યા છે. અમદાવાદમાં પોલીસ સ્ટેશનની અંદર જ ખૂદને ગોળી મારી આપઘાત કરનારા કોન્સ્ટેબલની ઘટનાના શાહીના ડાઘ હજુ સુકાયા નથી ત્યાં તો વધુ એક મહિલા LRD જવાનની આત્મહત્યાથી પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આપઘાતની આ ઘટના અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે બનવા પામી છે. પોલીસે મહિલા એલઆરડી જવાનની આપઘાતનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

29 વર્ષીય મંગુબહેન નિનામા ભિલોડા પોલીસ લાઈનના ક્વાર્ટર ખાતે રહેતા હતા અને પોલીસકર્મી તરીકેની ફરજ બજાવતા હતા. મહિલા પોલીસકર્મીએ તારીખ 21ના રોજ રાતના સાડા અગિયાર વાગ્યે આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ પોલીસને સાડા બાર વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી.

મહિલા પોલીસ ઓફિસરે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો છે. પોલીસનું પ્રાથમિક દૃષ્ટીએ કોઈ પણ અંતિમ કારણ સુધી નથી પહોંચી. ઘટનાની તપાસ ચાલી રહી છે. આ મહિલાના પતિ પણ એસઆરપીમાં ફરજ બજાવે છે. હાલ તો પોલીસે મહિલા જવાનના મૃતદેહનો કબ્જો લઈ તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.

આ મહિલા પહેલા આ જ મહિનાની 15મી તારીખના રોજ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ ઉમેશ ભાટીયાએ પણ ખૂદને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. તેઓ પાલડી પોલીસ સ્ટેશન ખાતે એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. જે દિવસે તેમણે આપઘાત કર્યો એ દિવસે વોટ્સએપ પર બાયબાયનું સ્ટેટસ પણ મૂક્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments