Homeસિનેમાવાદફીમાં 70 ટકા કાપ મુકાયા બાદ પણ ભારતીની આ વાતે લોકોના દિલ...

ફીમાં 70 ટકા કાપ મુકાયા બાદ પણ ભારતીની આ વાતે લોકોના દિલ જીતી લીધા છે

Team Chabauk-Entertainment Desk: કોરોનાએ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કમર તોડી નાખી છે. કોરોનાની માર અભિનેતાઓ પર પણ પડી છે. નવા શો અને સિરિયલો પર કોરોનાનું વિધ્ન નડ્યું જેની સીધી અસર કલાકારો પર પડી. કેટલાય ટીવી અભિનેતાઓ કોરોનાના કારણે બેરોજગાર બન્યા છે. તેમને નવું કામ નથી મળી રહ્યું. બીજી તરફ જે લોકોના ટીવી શો ચાલુ હતું તેમની ફીમાં પણ ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં જ કોમેડિયન ભારતીસિંહે આ વાતને સ્વીકારી લીધી છે કે કોરોનાના કારણે તેની ફીમાં મોટો ઘટાડો થયો છે. લોકડાઉન દરમિયાન શૉનું શૂટિંગ જ નહતું થઈ રહ્યું. જેના કારણે અભિનેતાઓ ઘરે જ બેઠા હતા. કામ મળી રહ્યું ન હતું અને જ્યારે કામ મળ્યું તો તેમને સારી એવી ફી ઘટાડવી પડી.

ભારતી સિંહે કહ્યું કે, કોરોના સમયે  તમામને પે-કટ સહન કરવું પડ્યું. જેમાં તે પણ સામેલ હતી. એક રિપોર્ટ અનુસાર, ભારતીને ધ કપિલ શર્મા શો અને ડાંસ દિવાનેને હોસ્ટ કરવા માટે પોતાની રકમ ઓછી કરવી પડી હતી. ડાંસ દિવાને માટે તેણે પોતાની 70 ટકા ફી ઓછી કરી હતી. જ્યારે ધ કપિલ શર્મા શો માટે તેને 50 ટકા ફી ઓછી કરવી પડી હતી.

પહેલાં ભારતીએ આ ફીની કપાત મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તેની કોઈ અસર થઈ ન હતી. પછી જ્યારે તેણે વિચાર્યું કે એક વર્ષથી કામ જ બંધ હતું જેના કારણે ચેનલને પણ પૈસા મળી રહ્યા ન હતા. તેણે એ આશાએ કામ શરૂ કર્યું કે આગળ જતાં બધુ વ્યવસ્થિત થઈ જશે. ફી વધી જશે.

ભારતીએ તે પણ કહ્યું કે, જ્યારે બધુ બરાબર હતું ત્યારે ચેનલવાળા તેની વાત માનતા હતા. આજે જ્યારે ચેનલને તેના સપોર્ટની જરૂર છે તો તે કેવી રીતે પાછળ હટી શકે ?  આજે જરૂરી તે છે કે, અમારા શૉમાં જે ટેકનિકલ સ્ટાફ કામ કરે છે તેનો પગાર ન કપાય. થોડા સમયમાં બધુ પહેલાં જેવું થઈ જશે. ભારતીની આ વાતે લોકોના દિલ જીતી લીધા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments