Team Chabuk-Gujarat Desk: અમરેલીના રાજુલામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો. રાજુલાના ચારનાળા રોડ પર એક ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતદેહ પણ વિકૃત હાલતમાં રસ્તા પર પડ્યા હતા. બનાવની જાણ થતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
બપોરના સમયે રાજુલાના બિસ્માર ગણાતા ચારનાળા રોડ પરથી એક વ્યક્તિ તેની પત્ની અને બાળક સાથે જઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામા માતા-પિતા અને પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર મળે તે પહેલાં જ એક બીજાની નરજ સામે જ ત્રણેએ દમ તોડ્યો હતો. આમ, એક અકસ્માતે પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે.
દુર્ઘટના અંગે જાણ થતાં રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ આક્રંદ ઠાલવ્યું હતું. તેઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને હીરા સોલંકી સામે જ ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
છેલ્લા કેટલાય સમયથી સોમનાથ-ભાવનગર હાઈવેનું ફોરલેનનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે અનેક જગ્યાએ ડાયવર્ઝન અપાયા છે. બીજી તરફ આક્ષેપ એવો છે કે, રસ્તાનું કામ ચાલું હોવા છતાં ભારેવાહનના ચાલકો બેફામ રીતે વાહનો ચલાવે છે જેના કારણે અવારનવાર રાજુલા-ભાવનગર રોડ પર અકસ્માત સર્જાય છે. સ્થાનિકોનો એવો પણ આરોપ છે કે, હાઈ-વેનું કામ પણ એકદમ ધીમીગતિથી ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પીપાવાવ પોર્ટના કારણે અહીં ભારેવાહનોની મોટા પ્રમાણમાં અવર-જવર છે. સ્થાનિકોની માગણી છે કે, જો આ વિસ્તારમાં રસ્તાનું કામ ઝડપથી પુરું કરવામાં આવે તો અકસ્માતના બનાવો મોટા પ્રમાણમાં ઘટી શકે તેમ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત