Team Chabuk-Gujarat Desk: વડોદરાના વારસિયામાં કેટલાક દિવસ પૂર્વ એક નિર્માણાધીન સાઈટમાંથી યુવકના પડી જવાની ઘટના બની હતી. જેમાં હવે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કોઈ અકસ્માત નથી પણ સગીર સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે બેઉં ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. આ બંને સમલૈંગિક હોવાની વાત હવે સામે આવી છે.
આ ઘટના આજથી એક અઠવાડિયા પૂર્વ એટલે કે રવિવારના રોજ બની હતી. તારીખ 22નાં રોજ એક યુવાન અને એક સગીર તૈયાર થઈ રહેલી કન્સ્ટ્રક્શન સાઈટમાં ગયા હતા અને ત્યાંથી દીવાલ તૂટી પડવાના કારણે બંને ત્રીજા માળેથી નીચે પટકાયા હતા.
ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે એક સગીર સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાનું પરિવારજનોની સામે કબૂલ્યું હતું. સંબંધો બાંધતી વખતે દીવાલ પડવાથી, આ બંને પણ નીચે પડી ગયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. જોકે ઈજા નજીવી હતી, કારણ કે નીચે રેતીનો ઢગલો હોવાથી તેઓ બચી ગયા હતા.
બીજી બાજુ આ ઘટનાનું વમળ શાંત થવાની જગ્યાએ પોલીસ સ્ટેશને પહોંચ્યું છે. પહેલા તો સમાધાન માટે વાત થઈ હતી પણ હવે યુવકના માતા પિતાએ સગીર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બંને છેલ્લા બે વર્ષથી સંબંધમાં હતા. અગણિત વખત શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો આ સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સગીરને જુવેનાઈલ કોર્ટમાં ન્યાયાધીશની સમક્ષ રજૂ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત