Homeગુર્જર નગરીજૂનાગઢ-કેશોદ હાઈવે પર 500ની નોટ ઉડતી હતી, નજીક જઈ લેવા જાવ તો...

જૂનાગઢ-કેશોદ હાઈવે પર 500ની નોટ ઉડતી હતી, નજીક જઈ લેવા જાવ તો…

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના કેશોદ તાલુકામાં કેટલાક તોફાની બારકસોએ લોકોની ભરપૂર મજા લીધી હતી. અહીં રસ્તામાંથી પસાર થયેલા કોઈ વ્યક્તિએ નકલી ચિલ્ડ્રનબેંકની પાંનસો –પાંનસોની નોટ રસ્તામાં ફેંકી દીધી હતી. જે પણ રાહદારી ત્યાંથી પસાર થતો હતો તે પાંનસોની નોટ જોઈ મોહી પડતો હતો અને લઈ ખિસ્સામાં નાખી દેતો હતો. કેટલાકને તો ત્યાં જ ખબર પડી ગઈ હતી કે આ નકલી નોટ છે, તો કેટલાક ખિસ્સામાં નાખી ચાલ્યા ગયા હતા. આ આખી ઘટનાનો સાર તો એ જ નીકળે છે કે પોપટ બની ગયા.

જૂનાગઢ અને કેશોદ રોડ ઉપર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા હતા. મોટાભાગે આવું બનતું નથી પણ વાત જો પૈસાની હોય તો? અને આ પૈસાના કારણે જ બન્યું છે. કેટલાક લોકોએ મજાક કરવાના વાસ્તે બાળકોને રમવાની જે ચિલ્ડ્રનબેંકની નોટ હોય છે તે રસ્તા વચ્ચે ઉડાવી દીધી હતી. પ્રથમ દૃષ્ટીએ જોનારને આ અસલી નોટ જ લાગે. જેથી લોકો પોતાનું વાહન ઊભું રાખી નોટ લેવા માટે નમતા હતા.

આશ્ચર્યની વાત એ છે કે નોટ નકલી હોવા છતાં કેટલાક તેના જાસામાં આવી ગયા હતા. આટલી બધી નોટો રસ્તા વચ્ચે પડી હોય લોકોમાં કૂતુહલ સર્જાયું હતું અને સાથે સાથે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. અહીં પાંનસોની નોટના કારણે દિવસભર ટ્રાફિક રહ્યો હતો. લોકો વાતો કરતા હતા કે આવો મજાક કોણ કરે? પણ આ મજાક કર્યો છે કે લોકોને ગોથે ચડાવવા જ કર્યું છે એ તો જે તે વ્યક્તિને ખબર પણ રસ્તા પર ભરપૂર મનોરંજન જોવા મળ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments