Homeગુર્જર નગરીગીર સોમનાથઃ ઊનાના લામધાર ગામે સર્પ દંશથી ફૂલ જેવી બે બાળકીના મોત

ગીર સોમનાથઃ ઊનાના લામધાર ગામે સર્પ દંશથી ફૂલ જેવી બે બાળકીના મોત

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊનાના લામધાર ગામે કરુણાંતિકા સર્જાઈ છે. અહીં બે સગી બહેનોના સર્પ દંશથી મોત થતાં પરિવાર હીબકે ચઢ્યો છે. તો લામધાર ગામ સહિત સમગ્ર ઊના પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. લોકો સોશિયલ મીડિયા થકી આ બે બહેનોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.  બે ફૂલ જેવી બાળકી ગુમાવવાનું દુઃખ પરિવાર પર આવી પડતાં તેઓ ઘેરા શોકમાં ગરકાવ થયા છે.

રૂમમાં ઊંઘી રહી હતી બાળકીઓ

લામધાર ગામમાં બસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં ભરત રામભાઈ બાંભણિયાની બે દીકરીઓ નિધી બાંભણિયા અને વાનિકા બાંભણિયા રાત્રીના સમયે પોતાના ઘરે રૂમમાં ઊંઘી રહી હતી. આ દરમિયાન ઝેરી સાપે બંને બહેનોને ડંખ માર્યો હતો. ભરનિંદ્રામાં હોવાથી 13 વર્ષની નિધી અને 10 વર્ષની વાનિકાને જાણ પણ ન થઈ કે તેને ઝેરી સર્પે ડંખ માર્યો છે. સવારે જ્યારે બંને બહેનોની તબિયત લથડી તો તેને તાત્કાલિક ઊનાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જો કે, કમનસીબે સારવાર મળે તે પહેલાં જ બંને બહેનોએ દમ તોડી નાખ્યો હતો. સાપનું ઝેર તેના આખા શરીરમાં ફરી વળ્યું હતું.

મૃતક નિધી અને વાનિકા

વહેલી સવારે ઉલટી થવા લાગી

વહેલી સવારે બંને બહેનોને અચાનક ઉલટી થવા લાગી હતી. તેમજ શરીર પણ ફિક્કુ પડવા લાગ્યું હતું. પરિવારને આ વાતની જાણ થતાં જ તેઓ તાત્કાલિક બંને બહેનોને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, તબીબે બંને બહેનોને મૃત જાહેર કરી હતી. બંને દિકરીઓ આપણી વચ્ચે નથી તે વાત સાંભળીને બાળકીના માતા-પિતા સહિતના પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતા.

ઘરમાં જ હતો સાપ

આ સમગ્ર ઘટના બાદ ભરત બાંભણિયાના લામધાર સ્થિત ઘરમાં શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન ઘરના એક ખૂણામાં ઝેરી સાપ જોવા મળ્યો હતો. આ સાપને પણ મારી નાખવામાં આવ્યો હતો. દાવો કરાયો છે કે, બંને દીકરીને ડંખ મારનારો ક્રોક નામનો સાપ હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments