Homeગામનાં ચોરેઅનેક મહિલાઓ સાથે શારિરીક સંબંધ બાંધનાર યુવક HIV પોઝિટિવ નીકળ્યો

અનેક મહિલાઓ સાથે શારિરીક સંબંધ બાંધનાર યુવક HIV પોઝિટિવ નીકળ્યો

Team Chabuk-International Desk: અમેરિકાના ફ્લોરિડામાં રહેનારા એક શખ્સને બે વર્ષની સજા સંભળાવાઈ. આ શખ્સ HIV પોઝિટિવ છે પરંતુ મહિલાઓ સાથે યૌન સંબંધ બનાવતી વખતે તેણે કોઈને આ વાતની જાણ કરી ન હતી. આવી રીતે તેણે મહિલાઓને પણ સંક્રમિત કરી દીધી.ફ્લોરિડામાં રહેતા આ શખ્સે કેટલીય મહિલાઓ સાથે સંબંધ બનાવ્યો હોવાનો દાવો કરાયો છે. જો કે, તેણે તેમાંથી કોઈ મહિલાઓને હકીકત જણાવી ન હતી. આ શખ્સની ગર્લફ્રેન્ડે સૌપ્રથમ આ વાતનો ખુલાસો કર્યો હતો.

આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ફ્લોરિડામાં એક 26 વર્ષીય જેન્ટ્રી બર્ન્સ નામના યુવકની ગર્લફ્રેન્ડ પોલીસ સ્ટેશને પહોંચી અને ફરિયાદ નોંધાવી. તેણે આરોપ લગાવ્યો હતો કે, 2013માં ડેટ કરતી વખતે તે એચઆઈવી પોઝિટિવ થઈ હતી. આ મામલે વોલુસિયા કાઉન્ટી શેરિફ ઓફિસે તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી હતી.આ ઘટના બાદ મહિલાએ અન્ય મહિલાઓનો સંપર્ક કર્યો હતો જે જેન્ટ્રી બર્ન્સ સાથે ડેટ કરી રહી હતી. જેથી તેને ચેતવણી આપી શકાય કે જેન્ટ્રી HIV પોઝિટિવ છે.

આ તમામ વાતો વચ્ચે તપાસ અધિકારીઓએ પુષ્ટિ કરી કે જેન્ટ્રી 2014માં HIV પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ત્રણ મહિલાઓએ સ્વીકાર્યું કે તે જેન્ટ્રી બર્ન્સ સાથે ડેટ કરી રહી હતી અને તેની સાથે યૌન સંબંધ પણ બાંધ્યા હતા. જો કે, તેને એ જાણ ન હતી કે જેન્ટ્રી HIV પોઝિટિવ છે. દાવો કરાયો છે કે, જેન્ટ્રી સાથે સંબંધ બાંધનારી કુલ 2 મહિલાઓ HIV સંક્રમિત થઈ છે. 2016માં બર્ન્સ સાથે ડેટિંગ પર ગયા બાદ 2017માં એક મહિલા HIV પોઝિટિવ આવી હતી.

પોલીસનું કહેવું છે કે, જેન્ટ્રી બર્ન્સ કેટલાક અન્ય શહેરોની પણ યાત્રા કરી છે. એવામાં આશંકા છે કે આરોપીએ અન્ય શહેરોમાં પણ યુવતીઓ સાથે સંબંધ બનાવ્યો હોય. હાલ જેન્ટ્રીની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. પૂછપરછમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments