Team Chabuk-Sports Desk: શ્રીલંકા સામે કોલંબોના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતે સૂર્યકુમાર યાદવ અને ભુવનેશ્વર કુમારની મદદથી વિજય પ્રાપ્ત કર્યો હતો. શ્રીલંકાની વિરુદ્ધ આ બંને ખેલાડીઓ છવાઈ ગયા હતા. બંને ખેલાડીઓ અને ટીમના અન્ય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના સહારે ભારતે પ્રથમ T20માં શ્રીલંકાને 38 રનથી સજ્જડ પરાજય આપ્યો છે.
કોલંબોના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં ત્રણ મેચની T20 સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતી ભારતને પ્રથમ બેટીંગ માટે આમંત્રિત કર્યું હતું. સારી શરૂઆત છતાં ભારતીય ટીમ વીસ ઓવરમાં 164 રન જ બનાવી શકી હતી. ભારત માટે સૂર્યકુમાર યાદવે હાફ સેન્ચુરી ફટકારી હતી. એ પછી બોલિંગમાં ભુવનેશ્વર કુમારના અભુતપૂર્વ પ્રદર્શને શ્રીલંકાની ટીમને ઘૂંટણીયે લાવી દીધી હતી. ભૂવનેશ્વરે શ્રીલંકાના ચાર બેટ્સમેનોને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભૂવનેશ્વરના કારણે શ્રીલંકાની ટીમ વીસ ઓવર પણ નહોતી રમી શકી અને 126 રનમાં પોટલું બંધાઈ ગયું હતું.
અગાઉ વનડે સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી સિરીઝ જીતી ચૂકી છે. શ્રીલંકા સામે હવે ઘર આંગણે જ તમામ સીરિઝ ન ગુમાવે તેનું દબાણ વધી ગયું છે. એવામાં ભારતની B-ટીમે શ્રીલંકાને શ્રીલંકાના ઘરમાં જ રગદોળી દેતા આગામી બંને મેચ જીતી શ્રીલંકાએ પોતાની ક્ષમતા પૂરવાર કરવાની રહેશે. હાલ તો કેપ્ટન શિખર ધવનની આગેવાની હેઠળ ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ T20 જીતી લીધી છે. શિખર ધવને ટીમના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે આ ટીમમાં પાંચ ટકા સુધારાની હજુ પણ આવશ્યકતા છે.
શિખર ધવને ભારતીય ટીમની બેટિંગ પર ટીપ્પણી કરતા કહ્યું હતું કે, ‘એક સમયે મને લાગ્યું હતું કે અમારી ટીમ બેટીંગમાં 10-15 રન ઓછા બનાવશે. જોકે હવે લાગી રહ્યું છે કે એક રીતે આ સારો લક્ષ્યાંક હતો. પ્રથમ બોલ પર વિકેટ ગુમાવ્યા બાદ પાવરપ્લેમાં 50 રન બનાવવા એ ઉત્કૃષ્ટ આરંભ છે.’ ટીમની બેટીંગ બાદ કેપ્ટન સૂર્ય કુમાર યાદવ અને ટીમના અન્ય ખેલાડીઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘સૂર્યા એક સારો ખેલાડી છે અને તેની બેટીંગ નીહાળવાની અમને સૌને મજા આવે છે. તેણે મેચમાં મારા પરથી પણ પ્રેશર હટાવી દીધું હતું.’
શ્રીલંકાની બેટીંગ સમયે બોલર્સના ચુસ્ત પ્રદર્શન પર શિખરે કહ્યું હતું કે, ‘શ્રીલંકાના બેટ્સમેન પીચ પર સારું પ્રદર્શન કરી રહ્યા હતા, પણ અમારા સ્પિનર્સને તક મળી ગઈ. યુઝવેન્દ્ર ચહલ અને કૃણાલે સારી બોલિંગ કરી અને વરુણે પણ. જે પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો. વરુણની બોલને પીક કરવી આકરી છે. હું જ્યારે પણ તેને નેટ્સમાં રમું છું તો મને મુશ્કેલ લાગે છે.’
હાર્દિક પંડ્યાનું રાષ્ટ્રગાન
મેચનો આરંભ થતા પહેલા ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યાએ શ્રીલંકાના રાષ્ટ્રગાનનું સન્માન કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ટોસ બાદ બંને ટીમ પોત પોતાનું રાષ્ટ્રગાન ગાવા માટે મેદાન પર આવી હતી. જ્યાં ભારતીય ટીમનું રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ શ્રીલંકાનાં રાષ્ટ્રીય ગીતનો આરંભ થયો હતો.
Is it just me that saw @hardikpandya7 singing the SL national anthem, then? #SLvInd pic.twitter.com/TuALbiRFu4
— Pranith (@Pranith16) July 25, 2021
ભારતનું રાષ્ટ્ર્ગાન પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યા શ્રીલંકાનું રાષ્ટ્રગાન ગાતા રહ્યા હતા અને ટીમ સહિત શ્રીલંકનવાસીઓનું દિલ જીતી લીધું હતું. હાર્દિક જ્યારે શ્રીલંકાનું રાષ્ટ્રગાન ‘નમો નમો માતા’ ગાવા લાગ્યા હતા, ત્યારે કેમેરામેનનું તેમના પર ધ્યાન ગયું હતું અને આ ઐતિહાસિક વીડિયોને તેમણે કેદ કરી લીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત