Team Chabuk-Gujarat Desk: તા.૦૧-૦૮-૨૦૨૧ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની જગ્યાની ભરતી માટે પોરબંદર જિલ્લાના વિવિધ કેન્દ્રો ખાતે લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાઓ દરમ્યાન ચોરીના દૂષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. ચોરીના દૂષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઇલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.
આ પરીક્ષાઓ શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન ધારકો તા.૦૧-૦૮-૨૦૨૧ના રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૧:૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો ચાલુ રાખી શકશે નહી. તથા ઇલેકટ્રોનીક ઉપકરણો તેમજ ગેરરીતી આચરવા કોમ્યુનિકેશન થઇ શકે તેવા કોઇપણ પ્રકારના સાધનો લઇ જવા પર પોરબંદર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.કે.જોષી દ્વારા પ્રતિબંધ ફરમાવેલ છે.
એકઠા થવા પર પ્રતિબંધનાત્મક આદેશ
તા.૩૦ તા.૦૧-૦૮-૨૦૨૧ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની જગ્યાની ભરતી માટે પોરબંદર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાઓ દરમ્યાન પરીક્ષા કેન્દ્રોની આસપાસ લોકો એકઠા થાય તેમ જણાય છે. જેથી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં ખલેલ થવાની સંભાવના રહે છે. આ પરીક્ષાઓ શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી તા.૦૧-૦૮-૨૦૨૧ના રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૧:૦૦ કલાક સુધી યોજાનાર પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદની કોઇપણ ચોક કે ગલીમા કે વિસ્તારમા બે કે બે કરતા વધુ લોકોએ એકઠા થવા પર પોરબંદર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.કે.જોષી દ્વારા પ્રતિબંધ ફરમાવેલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત