Homeતાપણુંબાબુલ સુપ્રિયોનો રાજનીતિમાંથી સંન્યાસ: ‘હાર માટે હું જવાબદારી લઉં છું પણ અન્ય...

બાબુલ સુપ્રિયોનો રાજનીતિમાંથી સંન્યાસ: ‘હાર માટે હું જવાબદારી લઉં છું પણ અન્ય નેતાઓ પણ જવાબદાર છે.’

Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. સુપ્રિયોએ ફેસબુક પર પોસ્ટ લખી આ અંગેની જાણકારી આપી હતી. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે અલવિદા હું કોઈ રાજનીતિક દળમાં જઈ નથી રહ્યો. ટીએમસી, કોંગ્રેસ, સીપીઆઈ(એમ)માંથી કોઈએ મને નથી બોલાવ્યો. હું ક્યાંક પણ નથી જઈ રહ્યો.

તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, સામાજીક કાર્ય કરવા માટે રાજનીતિ છોડવી પડી રહી છે. હું હંમેશાં એક ટીમનો ખેલાડી રહ્યો છું. હંમેશાં એક જ ટીમને સપોર્ટ કરી છે – મોહનબાગાન. એક જ પાર્ટીનું સમર્થન કર્યું છે-ભાજપ.

બાબુલ સુપ્રીયોએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેઓ ખૂબ પહેલાથી પાર્ટી છોડવા ઈચ્છતા હતા. તેઓ પહેલા જ મનને મનાવી ચૂક્યા હતા કે રાજનીતિમાંથી સંન્યાસ લેવો છે. તેમણે એ પણ જણાવ્યું કે, ચૂંટણી પહેલા પાર્ટી સાથે મારા મતભેદ હતા. જે ચૂંટણી પહેલા જ સામે આવી ચૂક્યા હતા. હાર માટે હું જવાબદારી લઉં છું પણ અન્ય નેતાઓ પણ જવાબદાર છે.

બાબુલ સુપ્રિયોએ બીજું એક મોટું એલાન એ પણ કર્યું છે કે, હું એક મહિનાની અંદર અંદર સરકારી આવાસ છોડી દઈશ. સાથે જ હું સાંસદના પદ પરથી પણ રાજીનામું આપીશ. આ અઠવાડિયાના શુક્રવારના રોજ બાબુલ સુપ્રીયોએ ફેસબુક પર એક બાદ એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાના હોવાની હિન્ટ આપી હતી. તેના એક દિવસ બાદ સુપ્રિયોએ અલવિદા લખી રાજનીતિ છોડવાની જાહેરાત કરી દીધી હતી.પૂર્વ કેન્દ્રિય મંત્રી અને બીજેપીથી લોકસભા સાંસદ બાબુલ સુપ્રિયો 2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની આસનસોલ સીટથી બીજી વખત ભાજપની ટિકિટ પર જીત્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments