Team Chabuk-Gujarat Desk: સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એક ફ્લેટના રહીશોના માથેથી છત ગુમાવવાનો વારો આવ્યો છે. છતાં ઘરે ઘર વિહોણા બનવું પડ્યું છે. પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ આ ઘટનામાં જોવા મળી રહી છે. બિલ્ડરના પાપે 42 ફ્લેટના રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હેત્વી હાઈટ્સ બિલ્ડિંગના બિલ્ડરે લોનના રૂપિયા ન ચૂકવતાં 42 ફ્લેટને સીલ મારી દેવાયા છે. જેના કારણે ફ્લેટ ધારકોને પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો છે.
સુરતના (Surat) વરાછા (varachha) વિસ્તારમાં આવેલી હેત્વી હાઈટ્સ બિલ્ડિંગમાં (hetvi heights building) 42 ફ્લેટમાં રહીશો રહે છે. પરંતુ આ બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરે લોનના રૂપિયા ભરપાઈ ન કરતાં ખાનગી ફાયનાન્સ કંપનીએ (Finance company) પોલીસ સાથે આવીને ફ્લેટને સીલ (seal) મારી દીધા છે. જેથી ફ્લેટ ધારકોને પાર્કિંગમાં બેસવું પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે હેત્વી હાઈટ્સ બિલ્ડિંગના બિલ્ડરે ખાનગી ફાયનાન્સ કંપની પાસેથી પ્રોજેક્ટ પર લોન લીધી હતી. આ લોનના બાકી નીકળતાં 1 કરોડ 67 લાખ રૂપિયા બિલ્ડરે ફાયનાન્સ કંપનીને પરત કર્યા નથી. જેથી ફાયનાન્સ કંપની દ્વારા આ પગલાં ભરવામાં આવ્યા છે.
બિલ્ડરે લોન ભરપાઈ ન કરી હોવાથી ખાનગી ફાયનાન્સ કંપનીએ પોલીસને સાથે રાખીને આજે હેત્વી હાઈટ્સ બિલ્ડિંગમાં આવેલા 42 ફ્લેટને સીલ કરી દીધા છે. આથી તમામ ફ્લેટ ધારકોને પરિવાર સાથે પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો છે. ઘણા ફ્ટે ધારકોએ ફ્લેટ પર લોન પણ કરાવેલી છે. આમ છતાં ફ્લેટમાંથી બહાર બેસવાનો વારો આવતાં બિલ્ડર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ફાયનાન્સ કંપની દ્વારા 42 ફ્લેટને સીલ મારી દેવાયા છે. બિલ્ડરના વાંકે ફ્લેટ ધારકોને બહાર બેસવાનો વારો આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે ફ્લેટ ખરીદ્યો હોવા છતાં આ પ્રકારે ફ્લેટની બહાર બેસવું પડ્યું હોવાથી રહીશોમાં બિલ્ડર પ્રત્યે ગુસ્સો ફાટી નીકળ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત