Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ ઐતિહાસિક શહેર છે એટલું જ જર્જરીત શહેર પણ છે. કેટલીક ઈમારતોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, પણ એ એવી ઈમારતો છે જે લોકોમાં પ્રચલિત હોય. એવામાં બીજી એક વસ્તુ જે શહેરીજનોની માથે મોતની જેમ ઝળુંબે છે તેનું નામ છે જૂનાગઢ શહેરના તોતિંગ વૃક્ષ. અને આવું જ એક વૃક્ષ વણઝારી ચોકમાં ધરાશાયી થવાની ઘટના બની હતી.
તારીખ એક ઓગસ્ટના રોજ વણઝારી ચોક પાસે આવેલ દરગાહવાળી ગલીમાં બપોરના સાડા ત્રણ વાગ્યે મહાકાય પીપળાનું વૃક્ષ જમીનદોસ્ત થયું હતું. વૃક્ષ પડવાની ઘટના બનતા તળાવ દરવાજા તરફ જતો એક રસ્તો જામ થઈ ગયો હતો. જોકે બપોરનો સમય હોવાના કારણે સદનસીબે કોઈ ત્યાંથી પસાર ન થતાં જાનહાની ટળી હતી. સ્થાનિકો મહાનગર પાલિકા પર અવાર નવાર આક્ષેપ કરતા હોય છે કે, તંત્ર કંઈ બનાવ બને પછી જ કાર્યવાહી કરે છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં તાઉતેનું કહેર જોવા મળ્યું હતું. એ સમયે વાવાઝોડાના તોફાન વચ્ચે આ વૃક્ષ જડમૂળથી હલી ગયું હતું અને ક્યારે પડું તેની તિથીઓ જ ગણાતી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે કોઈ પસાર નહોતું થયું તેથી જાનહાની ટળી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે, જમીનદોસ્ત થયેલું આ વૃક્ષ 75 વર્ષ કરતાં પણ જૂનું છે.
આ વૃક્ષના કારણે કોઈ જાનહાની તો નથી થઈ પણ સામે ખાલી પડેલા પ્લોટની દિવાલ પડી ગઈ હતી. વૃક્ષ પડવાની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જૂનાગઢ શહેરમાં આ પ્રથમ વખત નથી, આ પહેલા પણ આવા કેટલાય વર્ષો જૂના વૃક્ષો છે, જે ચોમાસામાં જમીનદોસ્ત થયાના દાખલા બનવા પામ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત