Team Chabuk-Gujarat Desk: જ્યાં ગઢ જૂનો ગિરનાર છે, એવા સંત અને સૂરાની ભૂમિ જૂનાગઢને ટ્રાફિક સીગ્નલ લાગ્યાને તો દોઢ વર્ષના વહાણ વિતી ગયા પણ આ ટ્રાફિક સિગ્નલો ચાલતા નથી. શોભાના ગાંઠીયા બનીને પોતાની હયાતીના હસ્તાક્ષર જૂનાગઢવાસીઓની આંખોમાં લખી રહ્યા છે.
ટ્રાફિકના આ સીગ્નલ ફીટ કર્યા પછી કેમ નથી ચાલતા તે પણ કૌતુક જગાવી રહ્યું છે. જૂનાગઢમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 9 જગ્યાએ અંદાજીત 91 લાખના ખર્ચે ઈલેક્ટ્રીકથી ચાલતા સીગ્નલ ફીટ કરવામાં આવ્યા છે. શરૂઆતમાં તો તેની ગતિવિધિ બરાબર રહી હતી અને ચાલતા પણ હતા, જોકે બાદમાં બંધ થઈ ગયા તો થઈ ગયા.
લોકડાઉન અને બીજી લહેર આવી ત્યારથી તે ઠપ્પના ઠપ્પ જ છે. અગાઉ લોકોની બેદરકારીના કારણે આ ટ્રાફિક સીગ્નલો તૂટી ગયા હતા. ઝાંઝરડા ચોકડી, ભૂતનાથ ફાટક અને તળાવ દરવાજો આ ત્રણ એવા વિસ્તારો છે જ્યાં દિવસ અને રાત વાહનોનો જનસૈલાબ પૂર્ણ થવાનું નામ નથી લેતો. આ વિસ્તારમાં વાહનની ઠોકરે તૂટી ગયા હતા. એક વખત જેસીબીના કારણે કેબલ તૂટી ગયા હતા. જોકે તાત્કાલિક તેનો જીર્ણોદ્ધાર કરી દેવામાં આવ્યો હતો. એ જીર્ણોદ્ધાર થયો પણ ચાલુ નથી થયા.
જૂનાગઢના રસ્તાઓ ટૂંકા છે. એક સીગ્નલથી બીજું સીગ્નલ ફટાફટ આવી જાય છે. ઉપરથી કેટલાક ઈમરજન્સી વાહનોને નીકળવા માટેના તો રોડ પણ નથી. મહાનગર પાલિકા કહે છે કે, અમે તો સીગ્નલ બનાવીને આપી દીધા છે. મનપા સીગ્નલોનું મેન્ટનન્સ કરી આપે છે. ઓપરેટિંગની કામગીરી તો ટ્રાફિક પોલીસે કરવાની હોય છે. આ અંગે ટ્રાફિક પીએસઆઈએ પણ એક અઠવાડિયામાં જ સીગ્નલની ગતિવિધિ શરૂ કરીએ છીએ તેવું જણાવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત