Homeગુર્જર નગરીમધ્યપ્રદેશમાં ‘હજુ’ વરસાદ પડશે, 6 જિલ્લાઓમાં ઓરેન્જ 17માં યલો એલર્ટ

મધ્યપ્રદેશમાં ‘હજુ’ વરસાદ પડશે, 6 જિલ્લાઓમાં ઓરેન્જ 17માં યલો એલર્ટ

Team Chabuk-National Desk: હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશના છ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદથી સંલગ્ન ઘટનાઓમાં અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થઈ ચૂક્યા છે. પ્રદેશના છ જિલ્લાઓમાં રાજગઢ, શાજાપુ, આગ્રા, માલવા, મંદસૌર, ગુના અને અશોકનગરમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ છ જિલ્લાઓમાં 64.5 મિલીમીટરથી 204.4 મિલીમીટર સુધી વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

બીજી બાજુ રાજસ્થાનના પૂર્વી ભાગમાં સતત ભારે વરસાદ થવાના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિનું સર્જન થયું છે. જે સમસ્યાનું શમન કરવા માટે રાહત અને બચાવ કામગીરી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગત 254 કલાકમાં ઝાલાવાડ, બારાં, ટોંક, કોટા અને બુંદીના કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી ચૂક્યો છે. ઝાલાવાડના અકલેરામાં સૌથી વધારે 154 મિલીમીટર વરસાદ પડ્યો છે. આગામી 24 કલાક દરમ્યાન ભરતપુર, ધૌલપુર અને કરૌલી જિલ્લામાં એક બે વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં ગુરૂવારના રોજ પૂરની સ્થિતિ ગંભીર સમસ્યારૂપ બની હતી. જોકે વરસાદ મધ્યપ્રદેશની તુલનાએ તો ઓછો જ રહ્યો હતો. અહીં પૂરની સ્થિતિમાં મૃતકોની સંખ્યા 23 સુધી પહોંચી ગઈ છે. સાત પ્રભાવિત જિલ્લાઓમાં અન્ય કોઈ જગ્યાએથી મૃત્યુ પામ્યા હોય તેના સમાચાર સામે આવ્યા નથી. રાજ્યમાં આશરે ત્રણ લાખ લોકોને રાહત કેન્દ્રોમાં સ્થાનાતરિત કરવામાં આવ્યા છે. પાછલા કેટલાક દિવસોમાં વરસાદ અને બંધમાં પાણી છોડવા પર પૂર્વ અને પશ્ચિમ વર્ધમાન, પશ્ચિમ મેદિનીપુર, હુગલી, હાવડા, દક્ષિણ 24 પરગના અને બીરભૂમ જિલ્લાઓના મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે.

હરિયાણા અને પંજાબમાં ગુરૂવારે મહત્તમ તાપમાન સામાન્ય સીમાની નજીક રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચંદીગઢમાં 10 મિમી, રોહતમાં 30 મિમી અને લુધિયાણામાં 1 મિમી વરસાદ પડ્યો હતો. હરિયાણાના અંબાલામાં 31.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે હિસારમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું.

આ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચોમાસા દરમ્યાન ચાર જિલ્લાઓમાં મહત્તમ વરસાદ નોંધાયો છે. જ્યારે ત્રણ જિલ્લાઓમાં મહત્તમ વરસાદ નોંધાયો છે. આ વર્ષે એક જૂનના રોજ ચોમાસાની સિઝનની શરૂઆત થયા બાદ એક માત્ર દિલ્હીમાં ઓછો વરસાદ પડ્યો છે. અહીં અત્યાર સુધીમાં 149.9 મિમી વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે અહીં 333.2 મિમી વરસાદ પડતો હોય છે. આજે દિલ્હીમાં હળવા ઝાપટા પડવાની વકી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments