Homeદે ઘુમા કેપ્રથમ ટેસ્ટમાં જો રુટે 22 રન ફટકારતા જ ઈંગ્લેન્ડના તમામ દિગ્ગજોને પાછળ...

પ્રથમ ટેસ્ટમાં જો રુટે 22 રન ફટકારતા જ ઈંગ્લેન્ડના તમામ દિગ્ગજોને પાછળ છોડી દીધા

Team Chabuk-Sports Desk: ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે બુધવારના રોજ ઈતિહાસ રચી દીધો હતો. ભારતની વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં 22 રન બનાવતાની સાથે જ તેણે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈંગ્લેન્ડ તરફથી સર્વાધિક રન બનાવી લીધા છે. જો રુટે 15739 રન બનાવનારો ખેલાડી બની ચૂક્યો છે. તેણે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી એલેસ્ટેયર કૂકને પાછળ છોડ્યો છે.

પ્રથમ ઈનિંગની 33મી ઓવરમાં સિરાઝની બોલ પર ચોગ્ગો ફટકારતાની સાથે જ જો રુટે આ સિદ્ધિ પોતાના નામે કરી લીધી હતી. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે રુટના નામને 15739 રનથી વધારે રન થઈ ચૂક્યા છે. કૂકે ઈંગ્લેન્ડ માટે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 15737 રન બનાવ્યા છે. ત્રીજા અને ચોથા નંબર પર કેવિન પીટરસન છે. જેણે 13779 રન બનાવ્યા છે. જ્યારે ઈયાન બેલે 13331 રન કર્યા છે.

ઓવરઓલ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક રન બનાવવામાં ભારતના સ્ટાર ખેલાડી સચિન તેંડુલકરનું નામ મોખરે છે અને હજુ પણ એ કિર્તીમાનની નજીક કોઈ નથી પહોંચી શક્યું. સચિને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 34,357 રન ફટકાર્યા છે. બીજા નંબર પર શ્રીલંકાના પૂર્વે કેપ્ટન અને વિકેટકિપર કુમાર સંગકારા છે. જેણે 28,016 રન કર્યા છે. ત્રીજા અને ચોથા નંબર પર ક્રમશ: રિકી પોન્ટીંગ જેણે 27,483 રન તો શ્રીલંકાના ખેલાડી મહેલા જયવર્ધને 25,957 રન ફટકાર્યા છે. પાંચમાં નંબર પર દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ખેલાડી જેક્સ કાલિસનું નામ છે. જેણે 25,534 રન કર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments