Homeગુર્જર નગરી‘હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું મારી મમ્મીને સાચવજો’ લખી ASIના પુત્રએ...

‘હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું મારી મમ્મીને સાચવજો’ લખી ASIના પુત્રએ આત્મહત્યા કરી

Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરના એમટી વર્કશોપમાં ફરજ બજાવતા પોલીસકર્મીના 23 વર્ષીય પુત્રનો ઉંડેરા તળાવમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોતાના વ્હાલસોયાએ આ રીતે અચાનકથી જિંદગી ટૂંકાવી લેતા પરિવારની માથે આફત તૂટી પડી છે. નિરજ પવાર નામનો આ યુવાન હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું મારી મમ્મીને સાચવજો એવી ચીઠ્ઠી લખી ઘરેથી ભાગી ગયો હતો.

ઘરેથી નીકળ્યા બાદ નિરજે ઉંડેરા તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. રાતના તેના મૃતદેહને શોધવા માટે મશક્કત કરવામાં આવી પણ નિરજનો મૃતદેહ બીજા દિવસે છેક મળ્યો હતો. મંગળવારના રોજ નિરજના મૃતદેહને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી તો બુધવારના રોજ મળી આવ્યો હતો.

પુત્ર ઉંડેરા તળાવમાં આત્મહત્યા કરવા માટે ગયો છે તેની જાણ થતા ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવાર તાત્કાલિક તળાવ પાસે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા એ પણ મોકા પર પહોંચી ગઈ હતી અને યુવકને શોધવાના કામે લાગી હતી. પોલીસને યુવાનના ચપ્પલ મળી આવ્યા હતા, જે તેણે તળાવમાં છલાંગ લગાવતા પહેલા બહાર ઉતાર્યા હતા.

પ્રથમ રાતના તો નિરજનો કોઈ પત્તો લાગ્યો નહોતો પણ છેક બીજા દિવસે નિરજનો મૃતદેહ મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે નિરજ માનસિક તણાવમાં હતો. આપઘાતની ઘટનામાં સીસીટીવી કેમેરામાં નિરજ વડોદરાના દિવાળીપુરાના સર્કલ સુધી જતો દેખાય છે, પણ આગળના સીસીટીવીમાં તે દેખાતો નથી. માહિતી મળી રહી છે કે તે પોતાની સાથે એટીએમ કાર્ડ પણ લઈ ગયો હતો. હાલ તો આપઘાતની આ ઘટના પાછળ કંઈ બીજું પણ જવાબદાર છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments