Homeગુર્જર નગરીમકાનમાંથી જુગુપ્સાપ્રેરક ગંધ આવી રહી હતી પોલીસે જઈ જોયું તો બોક્સમાં એક...

મકાનમાંથી જુગુપ્સાપ્રેરક ગંધ આવી રહી હતી પોલીસે જઈ જોયું તો બોક્સમાં એક…

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક વૃદ્ધ મહિલાની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ લાશને તેના ઘરમાં જ એક બોક્સમાં છુપાવી દેવામાં આવી હતી. પાડોશીઓને ઘરમાંથી આવી રહેલી જુગુપ્સા ઉપજાવતી ગંધ આવતા પોલીસને ફોન કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી અને ઘરમાં રહેલું બોક્સ ખોલ્યું તો તેમાં વૃદ્ધ મહિલાની લાશ હતી.

હાથરસના ગામ નગલા પ્રાણની રહેવાસી 65 વર્ષીય વૃદ્ધ મહિલા કમલેશ દેવની પત્ની સ્વ અતર સિંહ પાછલા કેટલાય સમયથી ગાયબ છે. જેને લઈને પોલીસ સ્ટેશનમાં મહિલા ન હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. ગુરૂવારના રોજ વૃદ્ધ મહિલાનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો હતો.

સૂચના મળતાની સાથે જ તાત્કાલિક ક્ષેત્રાધિકારી સાદાબાદ બ્રહ્મ સિંહ અને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનોજ કુમાર મય પોલીસ ફોર્સ લઈ પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ઘટનાસ્થળ પર ડોગ સ્ક્વોડ પણ લાવવામાં આવી હતી અને ફોરેન્સિકની ટીમને પણ બોલાવવામાં આવી હતી. વૃદ્ધ મહિલાની મોતનું કારણ શોધવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.

આ અંગે પોલીસ ઈન્ચાર્જ મનોજ કુમારે જણાવ્યું હતું કે અત્યાર સુધી વૃદ્ધાની મોતનું કારણ સ્પષ્ટ નથી થયું. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસને પ્રાથમિક દૃષ્ટીએ વૃદ્ધાની હત્યા તેની ભત્રીજાએ કરી હોવાની શંકા છે. જે હાલ પોલીસ પકડથી દૂર છે. જાણકારી મેળવતા પોલીસને ખબર મળી છે કે વૃદ્ધા અને તેના ભત્રીજાની વચ્ચે સંપત્તિને લઈ વિવાદ ચાલી રહ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments