Team Chabuk-Sports Desk: પાંચ ટી ટ્વેન્ટી સિરીઝની ત્રીજી ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની ટીમ સામ સામે આવી હતી. ઢાકામાં રમાયેલા ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયાએ એક નવા ખેલાડીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી આ મેચમાં 26 વર્ષીય ફાસ્ટ બોલર નાથન એલિસે ડેબ્યુ કર્યું હતું અને ડેબ્યુ કરતાની સાથે જ પ્રથમ મેચમાં હેટ્રીક લઈ લીધી.
નાથન એલિસ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સનો વતની છે. બીગબેશ લીગમાં હોબાર્ટ હેરીકેન્સ માટે રમે છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી ટી ટ્વેન્ટીમાં યજમાન ટીમને સરપ્રાઈઝ આપવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરેલા એલીસે ક્રિકેટ કરિયરની શરૂઆત હેટ્રીકથી કરી હતી. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય લીધો હતો.
બાંગ્લાદેશની ટીમને પ્રથમ બેટીંગ કરતા 19 ઓવરમાં 122 રન બનાવ્યા. ત્યાં સુધીમાં ટીમની 6 વિકેટ પડી ગઈ હતી. અંતિમ ઓવરમાં કેપ્ટન મહમુદુલ્લાહ પાસેથી બાંગ્લાદેશના ફેન્સ અને ટીમને આશા હતી, કારણ કે તે મેદાન પર હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન વેડે અંતિમ ઓવરની જવાબદારી નાથન એલિસને સોંપી હતી.
નાથન એલિસે અંતિમ ઓવરના પહેલા ત્રણ બોલમાં પાંચ રન આપ્યા હતા. જોકે બાદમાં અંતિમ ત્રણ બોલમાં તેણે ત્રણ વિકેટ લઈ કારકિર્દીને ઝળહળતી કરી નાખી હતી. હેટ્રીક લેતાની સાથે જ તેણે ઈતિહાસ રચી દીધો હતો. ચોથા બોલ પર મહમુદુલ્લાહને 52 રન પર, પાંચમા બોલ પર મુસ્તુફિઝુર રહમાનને શૂન્ય અને અંતિમ બોલમાં મહેંદી હસનને છ રન પર આઉટ કરી દીધો હતો. એલિસે ચાર ઓવરમાં 34 રન આપી 3 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 127 રન જ બનાવી શકી.
નાથન એલિસે આ સાથે જ કેટલાક કિર્તીમાન પણ બનાવ્યા હતા. એ ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ પર હેટ્રિક લેનારો પ્રથમ ખેલાડી બની ચૂક્યો હતો. આ સિવાય ટી ટ્વેન્ટીમાં જ અંતિમ ઓવરની અંતિમ ત્રણ બોલ પર હેટ્રીક લેનારો પણ તે પ્રથમ બોલર બન્યો હતો. બ્રેટલી અને એશ્ટન એગર બાદ ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયમાં હેટ્રીક લેનારો નાથન એલિસ ત્રીજો ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત