Homeગુર્જર નગરી‘‘ગુજરાત સરકારની પારદર્શક ભરતી પ્રકિયા થકી રાજ્યના યુવાનોને રોજગારી મળી છે.’’

‘‘ગુજરાત સરકારની પારદર્શક ભરતી પ્રકિયા થકી રાજ્યના યુવાનોને રોજગારી મળી છે.’’

Team Chabuk-Gujarat Desk: પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસ અંતર્ગત તા.૬ ઓગસ્ટના રોજ યુવા શકિત દિવસ (રોજગાર દિવસ) પ્રસંગે સ.પ.સ જળસંચય યોજનાનાં ચેરમેન ભરતભાઇ બોધરાનાં હસ્તે પોરબંદર ખાતે નોકરી મેળવેલા યુવાનોને રોજગારીનાં નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સુરતથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલ નિમણૂંક પત્રોમાં પોરબંદર તાજાવાલા હોલ ખાતે ૨૦૦ રોજગારવાચ્છું ઉમેદવારોને રૂબરૂ સરકારી તથા બિનસરકારી નોકરીનાં નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. તથા ૧૫૦ યુવાનોને નોકરીદાતા દ્રારા એમ કુલ ૩૫૦ ઉમેદવારોને નિમણૂંક  પત્ર એનાયત કરાયા હતા.

આ પ્રસંગે ચેરમેન ભરતભાઇ બોધરાએ યુવાનોને રોજગારીનાં પ્રમાણપત્રો પાઠવી જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની પારદર્શક ભરતી પ્રકિયા થકી રાજ્યના યુવાનોને રોજગારી મળી છે. આત્મવિશ્વાસ, ધીરજ અને પ્રામાણિકતા વ્યકિત ધડતર માટે મહત્વનો ગુણ છે યુવાનોએ આત્મવિશ્વાસ અને ધીરજ રાખવી જોઇએ. જે જગ્યાએ નોકરી મળી છે ત્યા પ્રામાણિકતા દાખવી રાજય, દેશ અને વ્યક્તિત્વના નિર્માણમાં યુવાનો પોતાનું યોગદાન આપે તે જરૂરી છે.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરી કહ્યું હતું કે, ગુજરાત સરકાર યુવાનોની ચિંતા કરે છે. આ માટે જિલ્લામાં મેગા જોબફેર યોજવામાં આવે છે. પારદર્શક ભરતી પ્રકિયાનો લાભ પોરબંદર જિલ્લાનાં યુવાનોને પણ મળ્યો છે. યુવાનોમાં રહેલી સ્કીલને અનુરૂપ સરકાર દ્રારા વિવિધ તાલીમો આપવામાં આવે છે. રોજગારી આપવામાં ગુજરાત આગળ પડતું સ્થાન ધરાવે છે.

આ પ્રસંગે કલેકટર અશોક શર્માએ યુવાનોને ટેકનોલોજીનો સદઉપયોગ કરવા પહેલ કરી કહ્યુ કે, યુવાનોએ સોશ્યલ મીડિયા અને ટેકનોલોજીનો સદઉપયોગ કરવો જોઇએ. કોઇપણ દેશનાં નિર્માણમાં યુવાનોનું આગવું યોગદાન હોય છે. યુવાનોમાં ઉર્જાનો સ્ત્રોત પડેલો હોય છે. માટે નિરાશ થયા વગર આત્મવિશ્વાસથી યુવાનોએ આગળ વધવુ જોઇએ.  

જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણીએ સ્વાગત પ્રવચનમાં કહ્યુ હતું કે, કોરોનાનાં કપરા કાળમાં પોરબંદર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૧૧૦૦થી વધુ નવા જોબકાર્ડ ઉમેરીને લાભાર્થી પરિવારોને પુરા દિવસનાં રૂ.૨૧૯ વળતર તરીકે ચૂકવાયા હતા. લોક ડાઉનનાં કારણે શ્રમિક અને મજૂર વર્ગને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય ત્યારે મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવામાં આવી છે. આંગણવાડીની બહેનો સહિત કર્મચારીઓએ નવા જોબકાર્ડ ઉમેરવામા સરસ કામગીરી કરી હતી. ડી.ડી.ઓશ્રીએ વધુમાં જણાવ્યુ કે, શિક્ષણની સાથેસાથે યુવાનો કૌશલ્ય વર્ધક તાલીમ મેળવે તે પણ જરૂરી છે.

પોરબંદર સ્થિત તાજાવાલા  હોલ ખાતે મહાનુભાવોનાં હસ્તે કોવિડની ગાઇડલાઇનને ધ્યાને રાખીને ૨૦૦ યુવાનોને રૂબરૂ તથા ૧૫૦ યુવાનોને નોકરીદાતા દ્રારા એમ કુલ ૩૫૦ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમા આઇ.ટી.આઇ પોરબંદર દ્રારા જુદા-જુદા એકમો/બોર્ડ/કોપોરેશન વિભાગોમાં એપ્રેન્ટીસીશીપ તરીકે જોડાયેલ ૯૫ ઉમેદવારો, જિલ્લા રોજગાર કચેરી દ્રારા યોજાતા ઓનલાઇન ભરતીમેળામાં પસંદગી પામેલ ૭૧ યુવાનો, સરકારી અર્ધસરકારી કચેરીમાં ૬૮ યુવાનો, ૨૨ શિક્ષકો, મદદનીશ ઇજનેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા ૫૩ ઉમેદવારો સહિત કુલ ૩૫૦ ઉમેદવારો નોકરી માટેનાં નિમણૂક પત્રો પાઠવવામાં આવ્યા છે.

તાજાવાલા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી સરજુભાઇ કારીયા, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, સુદામા ડેરીના ચેરમેન ભરતભાઇ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કીરિટભાઇ મોઢવાડીયા, મહામંત્રી અશોકભાઇ મોઢા સહિત અગ્રણીઓ જિલ્લા રોજગાર કચેરી સહિત વિવિધ કચેરીનાં અધિકારીઓ કર્મચારીઓ તથા કોવિડ-૧૯ ની ગાઇડ લાઇન સાથે બહોળી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ સરકારી પોલીટેકનિકનાં આચાર્યશ્રી કાલરીયાએ તથા કાર્યક્રમનું સંચાલન મુરલીબેન અંતાણી ચિરાગભાઇ દવેએ કર્યુ હતું. જિલ્લા આરોગ્યની ટીમે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનું હેલ્થ સ્ક્રીનીંગ કર્યુ હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments