Team Chabuk-Gujarat Desk: વડોદરાની બે બાળકોની માતાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં ફરાર એવા એજાઝ શેખની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે શોધખોળ કરીને નવસારી પાસેના વેસમા ગામમાંથી સગાના ઘરેથી એજાઝ શેખની ધરપકડ કરી છે. ધરપકડ બાદ આરોપી એજાઝનો કોરોના ટેસ્ટ કરાવી પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરીને આરોપી એજાઝને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.
વડોદરા શહેરની હિન્દુ મહિલાને સુરતમાં રહેતા અને જામનગર એસઆરપીમાં ફરજ બજાવતા એજાઝ શેખ નામના શખ્સે સોશિયલ મીડિયામાં અનિલ પરમારના નામે એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો અને એજાઝ શેખે પરણિત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાનો આરોપ છે કે એજાઝ શેખે વડોદરાની સયાજીગંજમાં આવેલી ચંદન હોટેલમાં લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. એજાઝ તેના સુરત સ્થિત ઘરે લઈ ગયો હતો અને ત્યાં પણ દુષ્કર્મ ગુજાર્યું હતું.
મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, આરોપી એજાઝે તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા દબાણ કર્યું હતું અને હિન્દુ ધર્મ વિરુદ્ધ ટિપ્પણીઓ કરીને માર માર્યો હતો. આ ઉપરાંત બ્લેકમેઈલ કરીને ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકીઓ આપી હતી. આ કામમાં એજાઝને તેની માતા અને બહેન પણ સાથ આપતા હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે.
વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાએ સુરત સલાબતપુરાના અલકબીર કોમ્પલેક્ષમાં રહેતા અને જામનગરમાં એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા મોહમંદ એજાઝ ઈકબાલ શેખ, તેની માતા અને બહેન સુમૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે મહિલાની ફરિયાદના આધારે એજાઝ શેખની ધરપકડ કરી લીધી છે.
ફરિયાદી મહિલાના કહેવા પ્રમાણે, એજાઝે મહિલાને કહ્યું હતું કે, તારા જેવી 6 હિન્દુ છોકરીઓને ફસાવી સંબંધ બાંધ્યા છે અને તમામ છોકરીઓ લગ્ન કરવા તૈયાર છે. તે હિન્દુ છોકરીઓને બ્લેકમેઈલ કરીને ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવતો હતો. ફરિયાદી મહિલા પાસેથી પણ 20 હજારના 2 ફોન પણ ગિફ્ટ તરીકે લીધા છે અને આર્થિક મદદ પણ મેળવી હોવાનો આરોપ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત