Homeગુર્જર નગરીઅમદાવાદમાં બંટી-બબલીએ યુવકને જીગોલો બનાવાની લાલચ આપી 7 લાખનું કરી નાખ્યું

અમદાવાદમાં બંટી-બબલીએ યુવકને જીગોલો બનાવાની લાલચ આપી 7 લાખનું કરી નાખ્યું

Team Chabuk-Gujarat Desk: જીગોલો બનાવવાની લાલચ આપીને એક યુવક પાસેથી 7 લાખથી વધુ રૂપિયા પડાવનારા યુવક-યુવતી ઝડપાયા છે. આરોપી બંટી-બબલીએ યુવકને અલગ-અલગ યુવતીઓ સાથે ડેટિંગ, ચેટિંગ અને સારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી હતી. એટલું જ નહીં આ રિલેશનથી યુવકને રૂપિયા કમાવાની તક છે તેવી પણ લાલચ અપાઈ હતી. જો કે, એક યુવકને છેતરાયાનો અહેસાસ થતાં તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જેમાં ગુજરાતમાં જીગોલો બનાવવાના નામે ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે.

કેવી રીતે કરતાં છેતરપિંડી ?

આરોપી બંટી-બબલીએ ફેસબુક પર અલગ-અલગ યુવતીના નામે ફેક અકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટ પરથી પ્રથમ તેઓ જે યુવકને શિકાર બનાવવાનો હોય તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હતા. ફેન્ડ્ર રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા બાદ બંટી-બબલી પોતાના શિકાર સાથે વાતો કરતા અને વાત-વાતમાં જ કહી દેતા કે તેઓ એક એસ્કોર્ટ કંપની ચલાવે છે જેમાં તેને પૈસા કમાવાની તક છે. ત્યારબાદ યુવકને હાઈપ્રોફાઈલ યુવતીઓ સાથે ડેટિંગ ઉપરાંત શારીરિક સંબંધ બાંધવાની પણ લાલચ આપતા હતા. ફરિયાદી યુવકે પોલીસને જણાવ્યું હતું કે, આ બંટી બબલીએ ફેસબુકમાં સંપર્ક કર્યા બાદ આ લાલચ આપી હતી અને પ્રથમ રજિસ્ટ્રેશનના નામે 500 રૂપિયા પડાવ્યા હતા.

આરોપ છે કે, રજિસ્ટ્રેશન ફી બાદ બંટી-બબલીએ બે યુવતીના ફેક એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. જેમાં હોટલભાડાના રૂપિયા પણ સામેલ છે. આવી રીતે અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી યુવક પાસેથી બંનેએ 7 લાખ 10 હજાર રૂપિયા  પડાવ્યા હોવાનો દાવો છે. આ રૂપિયા બંટી બબલીએ ફોન-પે સહિતની અન્ય એપ્લીકેશનમાં મંગાવ્યા હતા.

ફરિયાદ નોંધાતા જ અમદાવાદ સાયબર ક્રાઈમે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ બંટી-બબલીને ઝડપી પાડ્યા છે. સૂત્રોનું માનીએ તો ઝડપાયેલા બંને આરોપી મૂળ વડોદરાના છે. એક મિત્રની પાર્ટીમાં બંને મળ્યા હતા અને મિત્રતા કરી હતી ત્યારબાદ શોર્ટકર્ટથી રૂપિયા બનાવવા યુવાનોને છેતરવાનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે આરોપી બંટી-બબલી પાસેથી કુલ 3 ફોન, અલગ-અલગ બેંકના ક્રેડિટ કાર્ડ, ડેબિડ કાર્ડ, ચેકબૂક અને આધારકાર્ડ સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. હાલ સાયબર ક્રાઈમ તપાસ કરી રહી છે કે, આ બંટી બબલીએ અન્ય કેટલા લોકો સાથે આવી રીતે છતરપિંડી કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments