Homeગુર્જર નગરીબાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારતા ફોર્ટીફાઈડ પ્રિમિક્સ ચોખા પ્લાસ્ટિકના દાણા નથી પરંતુ પોષક...

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારતા ફોર્ટીફાઈડ પ્રિમિક્સ ચોખા પ્લાસ્ટિકના દાણા નથી પરંતુ પોષક તત્વોનો ભંડાર છે

Team Chabuk-Gujarat Desk: હાલમાં ભારત સરકારના માર્ગદર્શન મુજબ વડોદરા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ સમાવિષ્ટ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પર મધ્યાહન ભોજનનો લાભ લેતાં બાળકોને પોષણયુક્ત આહાર આપી તેમનામાં રહેલા કુપોષણની ઉણપો દૂર કરવામાં આવે તેવો નિર્ધાર છે.

બાળકોમાં એનીમીયા અને સૂક્ષ્મ પોષકતત્વો (કુપોષણ)ની ઉણપને દૂર કરવાના હેતુથી દરેક જિલ્લામાં ફોર્ટીફાઈડ ચોખાનું અનાજ વિતરણ રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે. મહત્વનું છે કે, 100 ચોખાના દાણાએ એક પ્રિમિકસ ચોખાનો દાણો છે. આયર્ન, વિટમીન બી-12 અને ફોલીક એસીડ (બી-9) ઉમેરવામાં આવતા બાળકોને પોષણ મળી રહેશે. આ આહાર શાળામાં અભ્યાસ કરતા બાળકોના શારિરીક અને માનસિક વિકાસમાં ઉપયોગી છે તેમજ તેનાથી બાળકોમાં રહેલા કુપોષણને નિવારી શકાય છે. આમ, ફોર્ટીફાઈડ પ્રિમિકસ ચોખામાં રહેલો એક દાણો પોષક તત્વોના ભંડારની ગરજ સારે છે. વધુમાં ફોર્ટીફાઈડ ચોખાના આ આહારથી બાળકોની રોગપ્રતિકારક શકિત વધે તે હેતુ છે.

જો કે પ્રિમીકસ ચોખાનો દાણો પ્લાસ્ટિકના ચોખાનો હોવા બાબતે ભ્રમણા સર્જાય હોય છે,  પ્રિમિક્સમાં ચોખાનો દાણો ખરેખર પ્લાસ્ટિકનો ચોખાનો દાણો નથી પરંતુ આયર્ન, વિટમીન બી-12 અને ફોલીક એસીડ (બી-9) નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હોય તેવો ફોર્ટીફાઈડ ચોખાનો દાણો છે, જે આહારને પોષણયુક્ત બનાવે છે. આ પ્રિમિક્સ આહાર ભોજન કરનાર બાળકોના આરોગ્ય માટે પૂરતા પોષક તત્વો મળી રહે તે માટેની વ્યવસ્થાના ભાગરૂપે છે. જેથી તેને પ્લાસ્ટિકનો દાણો ન ગણતા તત્વોવાળો ફોર્ટીફાઈડ છે આથી તે પ્લાસ્ટિકનો દાણો હોવાની ગેરસમજ દૂર કરવી આવશ્યક છે, તેમ મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments