Homeગુર્જર નગરીપાટણઃ ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી એકાએક ધુમાડો નીકળવા લાગ્યો, મોબાઈલ બ્લાસ્ટની ઘટના CCTVમાં...

પાટણઃ ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી એકાએક ધુમાડો નીકળવા લાગ્યો, મોબાઈલ બ્લાસ્ટની ઘટના CCTVમાં કેદ

Team Chabuk-Gujarat Desk: થોડા દિવસો પહેલા મહેસાણા જિલ્લાના બહુચરાજીના છેટાસણા ગામે મોબાઈલ ફોન ચાર્જિંગમાં રાખીને વાત કરી રહેલી યુવતીનું મોબાઈલ અચાનક બ્લાસ્ટ થતાં મોત થયું હતું. ત્યારે હવે મોબાઈલ બ્લાસ્ટનો વધુ એક કિસ્સો રાજ્યમાં પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતનો મોબાઈલ બ્લાસ્ટનો એક વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે. રાધનપુર હાઇવે પરના એક મોટર ગેરેજમાં એક વ્યક્તિના ખિસ્સામાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. ગેરેજમાં આવેલા એક ગ્રાહકના ખિસ્સામાં અચાનક મોબાઈલ સળગ્યો હતો. આ સમગ્ર ઘટના ગેરેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે, આ વ્યક્તિએ સમયસર સતર્કતા દાખવીને મોબાઈલને ખિસ્સામાંથી કાઢીને નીચે ફેંકી દીધો હતો જેથી કોઈ જાનહાનિ થઈ નહતી.

ઘટનાની વિગતે વાત કરીએ તો, રાધનપુરમાં આવેલા માનસી મોટર ગેરેજમાં ભાડિયા ગામના કેટલાક શખ્સો આવ્યા હતા. જેમાં રાયચંદભાઈ ઠાકર પણ સામેલ હતા. તેઓ ઓફિસમાં બેસીને ગેરેજના સંચાલક સાથે વાત કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક રાયચંદભાઈના ખિસ્સામાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો. તેમણે જોયું તો ખિસ્સામાં રાખેલો મોબાઈલ સળગવા લાગ્યો હતો. તેથી સતર્કતા દાખવીને તેમણે મોબાઈલને ખિસ્સામાંથી કાઢીને નીચે ફેંક્યો હતો. જોતજોતામાં મોબાઈલમાંથી ધુમાડો વધવા લાગ્યો હતો અને તે સળગવા લાગ્યો હતો. 

tatva-advertisement.

જો તેમણે સતર્કતા દાખવી ન હોત તો મોબાઈલ બ્લાસ્ટની ઘટનાથી તેમને પણ ઈજા પહોંચવાની શક્યતા હતી. ગેરેજમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના કેદ થઈ હતી. જોકે, આ મોબાઈલ અચાનક કેમ બ્લાસ્ટ થયો તે એક મોટો સવાલ છે. રાધનપુરમાં બનેલા આ ઘટના મોબાઈલ વાપરતા લોકો માટે ચેતવણી રૂપ ઘટના હતી. મોબાઈલ બ્લાસ્ટના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments