Team Chabuk-Gujarat Desk: વાપીની હરિયા હોસ્પિટલમાં એક હૃદયરોગના વયોવૃદ્ધ દર્દીની અત્યંત જટિલ અને ગંભીર હાર્ટ સર્જરી કરવામાં સફળતા મળી છે. વાપીના સદાનંદ અંચન નામના 67 વર્ષના દર્દીને 10 દિવસમાં 2 મેજર હાર્ટ એટેક આવતા તેમનો જીવ જોખમમાં મુકાયો હતો. મેજર હાર્ટ એટેકના કારણે તેમના હૃદયના ડાબી અને જમણી બાજુ વચ્ચેની દિવાલમાં મોટું કાણું પડી ગયું હતું. પરિવારજનો તેમને ગંભીર હાલતમાં વાપીની હરિયા હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ફરજ પરના કાર્ડિયાક સર્જન કલ્પેશ મલિકે તેમની ટીમ સાથે મળીને તાત્કાલિક દર્દીની જટિલ અને ગંભીર હાર્ટ સર્જરી કરી હતી. અને દર્દીનો જીવ બચાવી લીધો હતો.
મેડિકલની દુનિયામાં ભાગ્યે જ સામે આવતા આવા ગંભીર અને જોખમી કેસોમાં લગભગ દર્દીનું જીવવું મુશ્કેલ બનતું હોય છે. આવી ગંભીર અને જટિલ સર્જરી સુરત અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોની અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલમાં જ નિષ્ણાત કાર્ડિયાક સર્જન દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારની સમસ્યાના દર્દીનું ઓપરેશન કરવા મોટી હોસ્પિટલના તબીબો પણ મોટેભાગે જોખમ લેવાનું ટાળે છે. જો કે, જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલાં સદાનંદ અંચન નામના દર્દીને વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પરિવારજનોની સહમતિ બાદ આ જટિલ સર્જરી કરવાનું જોખમ લેવાયું હતુ. જેમાં ડોક્ટરની સુઝબુઝ અને સતર્કતાના કારણે દર્દીને નવજીવન મળ્યું છે.
મોટી હોસ્પિટલોના તબીબો પણ જે હાર્ટ સર્જરી કરવા માટે જોખમ અનુભવે છે. આવી ગંભીર જટિલ હાર્ટ સર્જરી વાપી જેવા નાના શહેરની એક હોસ્પિટલના તબીબોની ટીમે સતત 6 કલાકની મહેનત બાદ સફળતાપૂર્વક સર્જરી પૂરી કરી હતી. સર્જરી બાદ ગણતરીના સમયમાં જ દર્દીની સ્થિતિ પણ સામાન્ય થઈ ગઈ હતી.
10 દિવસમાં બે મેજર હાર્ટ અટેકનો સામનો કરનારા વૃદ્ધ દર્દીને નવજીવન મળતા દર્દીના પરિવારે તબીબ અને તેમની ટીમનો આભાર માન્યો હતો. વાપીની હરિયા હોસ્પિટલ સુરત અને મુંબઈ વચ્ચે એક મહત્વની હોસ્પિટલ સાબિત થઇ રહી છે. જ્યાં અત્યંત જટિલ અને ગંભીર રોગના દર્દીઓને પણ રાહત દરે સારવાર અને સર્જરી કરવામાં આવે છે.વાપીની હરિયા હોસ્પિટલ આગામી સમયમાં રાજ્યના બીજા નંબરની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા પણ શરૂ કરવા જઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
