Team Chabuk-Sports Desk: ICCની ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2ની આજથી શરૂઆત થઈ ચૂકી છે. આ સિરીઝ ઓમાન, નેપાલ અને અમેરિકા વચ્ચે રમાય રહી છે. લીગના બીજા મેચમાં ઓમાને નેપાળને 5 વિકેટથી પરાજય આપ્યો હતો. મેચમાં ભલે નેપાળને પરાજયનો સામનો કરવો પડ્યો હોય, પણ ટીમના એક ખેલાડીના એક કેચે સૌને આશ્ચર્યચકિત્ત કરી દીધા હતા. મેચમાં નેપાળ તરફથી રમતા રોહિત પૌડેલે એક એવો કેચ પકડ્યો જેના વખાણ કરતા આઈસીસી પણ ખૂદને રોકી નહોતી શકી અને ટ્વીટર પર આ સુપરમેન કેચનો વીડિયો શેર કરી દીધો હતો.
નેપાળ અને ઓમાનની વચ્ચે રમાયેલા મેચમાં રોહિત પૌડેલે બાઉન્ડ્રી લાઇન પર જમ્પ મારતાં એક વિસ્મયકારક કેચ ઝડપી લીધો હતો. ખૂદ બેટ્સમેન અને બોલરને પણ એક ક્ષણે કેચ નહીં થાય તેવું લાગી રહ્યું હતું. ઓમાનની બેટીંગની છવ્વીસમી ઓવરમાં કુશલ મલ્લાની ત્રીજી બોલ પર જતિન્દર સિંહે લોંગ ઓનની દિશામાં એક ઊંચો શોટ ફટકાર્યો હતો. જતિન્દરના શોટને જોતા ચોક્કસથી લાગી રહ્યું હતું કે બોલ બાઉન્ડ્રીની પાર થઈ જશે, પણ ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે. છેલ્લે સુધી કશું કહી ન શકાય. જોકે રોહિતે જે કર્યું તેનાથી બેટ્સમેન પણ દંગ રહી ગયો હતો. નીચે વીડિયો જોઈ લો.
Simply ridiculous from Nepal's Rohit Paudel 🤯
— ICC (@ICC) September 15, 2021
Watch the Men’s CWC League 2 match live on https://t.co/CPDKNxoJ9v and @FanCode (in the sub-continent) 📺 pic.twitter.com/m6ZxYIPiya
રોહિત ભાગીને બાઉન્ડ્રી લાઈનની પાસે પહોંચી ગયો હતો અને હવામાં સુપરમેનની માફક ઉછળી બોલને પકડી, ક્ષેત્રરક્ષણ રેખાની અંદર ફરી ફેંકી અને છલાંગ લગાવતા કેચ પકડી લીધો. નેપાળ માટે આ મહત્વની વિકેટ હતી, કારણ કે જતિન્દર સિંહ 107 રન પર રમી રહ્યો હતો. આખરે તેની તાબડતોડ ઈનિંગ પર આ દુર્લભ કેચ દ્વારા નેપાળે પૂર્ણવિરામ મૂક્યું હતું.
રોહિતે જતિન્દરનો શાનદાર કેચ તો પકડ્યો જ પણ તેનું આ પરાક્રમ નેપાળને વિજય નહોતો અપાવી શક્યું. મેચમાં નેપાળે પ્રથમ બેટીંગ કરતા ઓમાનની ટીમને 197 રનનું લક્ષ્ય આપ્યું હતું. ઓમાનની ટીમે આ ટાર્ગેટ પાંચ વિકેટના નુકસાન પર આરામથી પાર કરી લીધું હતું. જેમાં મહત્વનું યોગદાન જતિન્દરનું રહ્યું હતું. તેણે 62 બોલમાં વિસ્ફોટક 107 રનની ઈનિંગ રમી હતી. આ જીતની સાથે ઓમાને ક્રિકેટ વર્લ્ડકપ લીગ 2ના પોંઈન્ટ ટેબલમાં 11 મેચમાં 9 જીતની સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત