Homeગામનાં ચોરેવીડિયો બનાવવા ટ્રાફિક સિગ્નલ પર ઠુમકા લગાવતી કન્યા સામે ગૃહમંત્રીએ કરી લાલ...

વીડિયો બનાવવા ટ્રાફિક સિગ્નલ પર ઠુમકા લગાવતી કન્યા સામે ગૃહમંત્રીએ કરી લાલ આંખ

Team Chabuk-National Desk: ટીકટોકના માધ્યમથી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અવનવા ગતકડાં કરનારા કેટલાય ટીકટોક બંધ થવાથી નવરા પડી ગયા છે. એ પછી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકને ટીકટોકવીરોએ પોતાના કૌશલ્યથી ભરચક કરી દીધું છે. હવે તો ગમે ત્યાં મોબાઈલ લઈ વીડિયો ઉતારવા મંડી પડે છે. આવો જ એક વીડિયો મધ્યપ્રદેશમાં રહેતી ઈન્દોરની યુવતીનો સામે આવ્યો. જે સિગ્નલ પડ્યા બાદ ઠુમકા લગાવી રહી છે.

ઈન્દોરના રસ્તા પર મોડલ શ્રેયા કાલરાનો વીડિયો વાઈરલ થયા બાદ અને વિવાદ ઉઠતા નવો વીડિયો જાહેર કરી સ્પષ્ટતા આપી હતી. શ્રેયાએ કહ્યું હતું કે, ડાન્સ દરમ્યાન તેણીએ કોવીડની ગાઈડલાઈન અને ટ્રાફિકના નિયમોને બરાબર અનુસર્યા છે. મારો હેતુ ટ્રાફિકનો નિયમ તોડવો નહોતો. પણ કોરોના અને ટ્રાફિક નિયમોથી લોકોને જાગૃત કરવાનો હતો.

શ્રેયા કાલરા નામની આ મોડલે સોમવારના રોજ રસ્તા વચ્ચે કારની છત ઉપર ચઢીને ડાન્સ કર્યો હતો. આ કારણે થોડા સમય સુધી ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો હતો. મોડલે આ ડાન્સ વીડિયો શેર કર્યો અને રાબેતા મુજબ એ વાઈરલ થઈ ગયો હતો. વીડિયો સામે આવ્યા બાદ બુધવારના રોજ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ શ્રેયાની વિરૂદ્ધ ટ્રાફિક નિયમો હેઠળ કાર્યવાહી કરાવી હતી.

વીડિયોમાં શ્રેયાએ કહ્યું હતું કે, ‘હું રસોમા ચાર રસ્તા પર ઈન્દોરમાં વાઈરલ કરવામાં આવેલા વીડિયો સંલગ્ન કશુંક કહેવા માગું છું. આ વીડિયો થકી મારો ઉદ્દેશ્ય છે કે લોકો રેડ સિગ્નલ પર ઊભા રહે. જેથી પગપાળે જનારા યાત્રિકો સિગ્નલ પર લાગેલા જીબ્રા ક્રોસિંગથી નીકળી શકે. લોકો નિયમ શા માટે તોડે છે? વીડિયોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. મેં ડાન્સ દરમ્યાન કોઈ પણ નિયમનું ઉલ્લંઘન નથી કર્યું. મેં કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું છે. માસ્ક પહેર્યું છે. રેડ સિગ્નલ દરમિયાન જ ડાન્સ કર્યો છે. સોશિયલ મીડિયા પર આને અપલોડ કરવાનો ઈરાદો લોકપ્રિયતા મેળવવાનો નથી. પણ લોકોને નિયમો પ્રત્યે જાગૃત કરવાનો છે. આશા છે કે તમે લોકો સમજશો.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments