Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં રોડ રસ્તાની કામગીરીની લઈને ઠેર ઠેર કામગીરી ચાલી રહી છે. જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનું હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાતના ભરૂચમાં માર્ગના નિર્માણની કામગીરીને લઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચાર રેકોર્ડ નોંધાયા છે. ભરૂચના મનુબર-સાંપા-પાદરા રોડના ભાગ પર 24 કલાકમાં 2 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કરાતા રેકોર્ડ નોંધાયા છે.
24 કલાકમાં 4 રેકોર્ડ નોંધાયા
સૌ પ્રથમ રેકોર્ડ સૌથી વધુ 14641.43 ક્યુબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉત્પાદનનો નોંધાયો છે. બીજો રેકોર્ડ 14527.50 ક્યુબિક મીટર સિમેન્ટ કોન્ક્રિટના ઉપયોગનો નોંધાયો છે. ત્રીજો રેકોર્ડ એક ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા એક્સપ્રેસ વેના નિર્માણનો નોંધાયો છે અને ચોથો રેકોર્ડ સૌથી વધુ રિજિડ પેવમેન્ટ ક્વોલિટીને સૌથી વધુ વિસ્તારમાં ફેલાવવા માટે સ્થપાયો
ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઓબ્ઝર્વર ડો. મનીષ વિશ્નોઇએ જણાવ્યું હતું કે, સતત 24 કલાક સુધી પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રિંટિંગ મશીન વડે પ્લાનિંગ અને સંવાદિતા સાધીને જ આ કામગીરી શક્ય બની છે. જેના માટે તેની વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઈ છે. જે હિસ્સામાં આ એક્સપ્રેસ વે બન્યો છે તે મૂળ જમીનથી 15 ફૂટ જેટલી ઊંચાઇએ છે. ચાર વર્લ્ડ રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં કરવામાં આવી છે.
તમામ વર્લ્ડ રેકોર્ડ હાઇવે નિર્માણ, મેન્ટેનન્સની અગ્રણી વડોદરાની કંપની પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા 24 કલાકના સમયગાળામાં કરેલી કામગીરી માટે નોંધાયા છે. આ કામગીરી દેશનો માઇલ સ્ટોન જે સમગ્ર દુનિયા માટે બેન્ચમાર્ક બનશે તેમ પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના એમડી અરવિંદ પટેલ એ જણાવ્યુ હતું. ભારતના માર્ગ બાંધકામ ક્ષેત્રે આ એક મોટી સિદ્ધિ છે. 15 થી 20 વર્ષમાં તોડી ન શકાય તેવો આ રેકોર્ડ દુનિયામાં માઇલ સ્ટોન છે. લોકો માટે બેન્ચ માર્ક સેટ કરાયો છે. પ્લાન્ટમાં કલાકનો 840 ક્યુબિક મીટર સિમેન્ટ કોન્ક્રિટ તૈયાર થાય છે.
દિલ્લી-વડોદરા-મુંબઈ એક્સપપ્રેસ વેના 63 કિમીના ભાગના નિર્માણ માટે પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો છે. જે કરજણના સાપા ગામથી ભરૂચ તાલુકાના નબીપુર કીમ સેકશન સુધી 63 કિમીના માર્ગનું નિર્માણ કરી રહી છે. આ એજન્સીએ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની છે. ત્યારબાદ આગામી 15 વર્ષ સુધી રસ્તાની સારસંભાળ અને સંચાલન કરવાનું રહેશે.
આ રેકોર્ડ નોંધાયો તે સ્થળની મુલાકાત આજે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લીધી હતી. રેકોર્ડ સ્થળ પર નીતિન ગડકરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાઇવેની મજબૂતી ટકે તે માટે રસ્તો બનાવતા દરમિયાન 2.1 કિલોના 32 એમએમના ડોવેલ બાર (લોંખંડના દંડા) દર 4.5 મીટરે નંખાયા છે. 62 હજાર જેટલા ડોવેલબાર અને ટાઈ બાર આડા અને ઊભા બંને અંતરમાં નંખાયા છે. રસ્તાને લોખંડી મજબૂતી આપવાના ભાગરૂપે તેને નંખાયા હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
दिल्ली-मुंबई एक्सप्रेस-वे के दो दिवसीय निरीक्षण कार्यक्रम के दूसरे दिन आज गुजरात में एक्सप्रेस-वे के भरूच सेक्शन का निरीक्षण किया। इस दौरान उस स्थान का भी निरीक्षण किया जहां फ़रवरी 2021 में एक दिन में सबसे तेज़ सड़क निर्माण का वर्ल्ड रिकॉर्ड बना था। #DelhiMumbaiExpressway pic.twitter.com/G2QvrG4O2U
— Nitin Gadkari (@nitin_gadkari) September 17, 2021
રેકોર્ડ નોંધાવવા માટે 1250 લોકોએ 24 કલાક કામગીરી કરી
આ રેકોર્ડ નોંધાવવા માટે 115 ટીપર્સ ટ્રક માલસમાન માટે વપરાઈ હતી. 300 લોકો મિકેનિકલ વિભાગના કાર્યરત રહ્યાં હતા. 250 લોકોએ પ્રોડક્શન યુનિટમાં કામ કર્યું. 1,50,000 લિટર એચએસડી (હાઇસ્પીડ ડીઝલ) નો વપરાશ થયો. 5,00,000 કિલોગ્રામ બરફનો ઉપયોગ થયો હતો. 1,30,000 કિલો ડોએલ બાર-ટી બાર વપરાયા અને 5000 ટન સિમેન્ટ આ કામગીરીમાં વપરાયો. 1500 ટન ફ્લાય એશને મિક્સ કરવામાં આવી અને 80,000 કિલોગ્રામ મિકસરનો ઉપયોગ થયો.
રસ્તાની ખાસિયત
ગુજરાતમાંથી જે એકસપ્રેસ વે પસાર થવાનો છે અને તેનું નિ્ર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે. સામાન્ય રસ્તાથી જરા અલગ રીતે કરવામાં આવ્યું છે. જેમાં સૌ પહેલા જમીનને સમથળ બનાવવામા આવે છે. 500 MM સબગ્રેડ મિકસરનું પડ પથરાય છે. 150 MMનો ગ્રેન્યૂએલ સબ બેઝ બનાવાય છે. 150 MMનો ડ્રાય લિંક કોંન્ક્રીટને પથરાય છે. સૌથી છેલ્લે 300 MMનું પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રીટનું સૌથી ઉપરનું પડ (300 MM = 1 ફૂટ) છે. જમીનથી 15 ફૂટ ઉપર આ એક્સપ્રેસ-વે બની રહ્યો છે.
દુનિયાભરમાં એક સાથે 16 મીટર પહોળો એક્સપ્રેસ વે તૈયાર કરવા માટેના કોંક્રિટ લેયર મશીન વપરાય છે. પણ 18.75 મીટર પહોળા રસ્તાનું કામ હોવાથી પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચરે 20 કરોડના મશીન જર્મનીથી વિશેષ ઓર્ડર આપીને ખરીદાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત