Homeગુર્જર નગરીગુજરાતમાં પ્રધાનમંત્રીની આ યોજના દ્વારા લાભાર્થીઓના ઘરોને ધૂમાડા મુક્ત કરાશે

ગુજરાતમાં પ્રધાનમંત્રીની આ યોજના દ્વારા લાભાર્થીઓના ઘરોને ધૂમાડા મુક્ત કરાશે

Team Chabuk-Gujarast Desk:  સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંર્તર્ગત પોરબંદર બિરલા હોલ ખાતે ઉધોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીભાઇ પંચાલના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને સહાય વિતરણ તથા સરપંચોનું સન્માન કરાયું હતું. જે અંતર્ગત લાભાર્થી પરિવારોને પ્રભાનમંત્રી ઉજ્જવલા યોજના-૨ અંતર્ગત વિનામૂલ્યે LPG ગેસ કનેક્શન વિતરણ , સ્વચ્છ ભારત મિશન- ફેઝ૨, મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ લાભાર્થીઓને સહાય વિતરણ તથા ૧૦૦ ટકા વેકસીનેશન પૂર્ણ કરાવનાર ગામોના સરપંચોનું સન્માન કરાયુ હતું.

આ તકે મંત્રીશ્રી જગદીશભાઇ એ કહ્યુ હતુ કે, મંત્રી તરીકે સૌ પ્રથમ મને ગાંધીજીની ભૂમિ પોરબંદરમાં આવવાનું થયું છે. તે મારા માટે ગૌરવની વાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગરીબો,લાભાર્થીઓને વિવિધ સહાય વિતરણ કરીને પોતાનો જન્મદિવસ સાદગીથી ઉજવે છે. ત્યારે આજે પોરબંદર જિલ્લામાં ૫ હજાર કરતા વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કનેકશન વિતરણ કરીને લાભાર્થીઓના ધરના ચુલા ધૂમાડાથી મુક્ત બનાવશે. કોરોનાને હરાવવા વેક્સિનેશનએ  રામબાણ ઇલાજ હોય સરકારે એક ઝૂંબેશ શરૂ કરીને મોટાપાયે  રસીકરણ કરવામાં આવી રહ્યુ છે.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ આ પ્રસંગે કહ્યુ કે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અલગ રીતે પોતાનો જન્મ દિવસ ઉજવે છે. યોગ્ય લાભાર્થીને વિવિધ યોજનાઓના  લાભ મળે તે માટે સહાય સીધી લાભાર્થીના ખાતામાં જ જમા થાય છે. પોરબંદર જિલ્લાના ૫ હજાર જેટલા લાભાર્થીઓને આજે વિનામુલ્યે ગેસ કનેકશન અપાયું છે જેનાથી માતાઓ બહેનોને ઘરમાં જમવાનું બનાવવા સરળતા રહેશે અને ઘર ચુલાના ધુમાડા મુક્ત બનશે. તથા આજે એક દિવસમાં ૩૮૫૦૦ જેટલા લોકોને કોરોનાની રસી અપાશે. જે પોરબંદર જિલ્લા માટે મહત્વની બાબત છે.

આ તકે મહાનુભાવોએ લાભાર્થીઓને સહાય વિતરણ તથા ૧૦૦ ટકા વેક્સીનેશન થયેલ ગામોના સરપંચોનું સન્માન કરાયું હતું. ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખીને જન્મદિવસની  શુભકામનાઓ પાઠવવાની સાથે વિવિધ યોજનાઓનો લાભ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો .

આ તકે સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા સહિત મહાનુભાવો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments