Homeગુર્જર નગરીસુરત: અગિયાર વર્ષની કિશોરીને ચુંબન કરનારાને કોર્ટે આ સજા ફટકારી

સુરત: અગિયાર વર્ષની કિશોરીને ચુંબન કરનારાને કોર્ટે આ સજા ફટકારી

Team Chabuk-Gujarat Desk: સુરતમાં અવારનવાર છેડતી અને દુષ્કર્મની ફરિયાદો નોંધાતી રહી છે. એવામાં અગિયાર વર્ષની તરુણીની એકલતાનો લાભ ઉઠાવી 11મી ઓક્ટોબર 2019ના રોજ એક ઢગાએ ચુંબન કરી લીધું હતું. આ ઘટનાની ભૂતકાળમાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી અને આજે કોર્ટે વ્યવસાયે પ્લમ્બર એવા આ યુવકને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે.

આ ઘટનાની સમગ્ર વિગતો કંઈક એવી છે કે, મકાનનું કલરકામ કરવાનું હોય ઘરના સભ્યોએ કારીગરને બોલાવ્યો હતો. એવમાં મકાનના બાથરૂમના નળમાંથી પાણી ટપકતું હતું. પરિવારના લોકોએ અન્ય કોઈને નહીં પણ કલરકામ કરનારા કારીગરને જ કોઈ સારો પ્લમ્બર હોય તો મોકલવાનું કહ્યું હતું. કોન્ટ્રેક્ટરે પરિવારને શબ્બીર પઠાણનો નંબર આપ્યો હતો. આરોપીએ ટપકતાં નળ ઠીક કર્યા હતા અને કેટલાક નળ બદલ્યા હતા. જોકે નળ ફરી ટપકવા લાગતા શબ્બીરને પાછો બોલાવવામાં આવ્યો હતો.

શબ્બીર ફરી ઘરે આવ્યો એ સમયે મકાનમાં કલરકામ કરનારા કારીગરો અને અન્ય સભ્યો પણ હાજર હતા. એ સમયે બાથરૂમનો નળ ફિટ થઈ ગયા બાદ શબ્બીરે કિશોરીને બોલાવી હતી અને તપાસી જવા કહ્યું હતું. કિશોરી બાથરૂમમાં આવતા શબ્બીરે એકલાતનો લાભ ઉઠાવી તેને જકડી લીધી હતી અને ચુંબન કરી લીધું હતું. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સરકાર તરફથી વકીલ એવા અરવિંદ વસોયાની દલીલ બાદ આ ઘટનામાં આરોપી શબ્બીરને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments