Homeગુર્જર નગરીઅંબાજી પગપાળા જઈ રહેલા ભક્તોને કચડીને વાહન ચાલક ફરાર, ત્રણ કિશોરના ઘટના...

અંબાજી પગપાળા જઈ રહેલા ભક્તોને કચડીને વાહન ચાલક ફરાર, ત્રણ કિશોરના ઘટના સ્થળે મોત

Team Chabuk-Gujarat Desk: ભાદરવી પુનમ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના પવિત્ર અને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તરફ ભક્તોનો પ્રવાહ વધ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી માતાજીના દર્શને પહોંચી રહ્યા છે. ત્યારે પગપાળા જઈ રહેલા એક ભક્તોના સંઘને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ત્રણ કિશોરના મોત થયા છે. અંબાજી તરફ જતાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકો જોવા મળી રહ્યા છે. બીજી તરફ ચોમાસાની ઋતુમાં અકસ્માતના બનાવો પણ વધ્યા છે. ત્યારે આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અંબાજીમાં પગપાળા જતા ભક્તોને એક અજાણ્યું વાહન ટક્કર મારીને ફરાર થઈ ગયું છે. આ અકસ્માતમાં 3 કિશોરના મોત નિપજ્યા છે જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે.

ગુજરાતમાં હિટ એન્ડ રનના બનાવો સતત વધી રહ્યાં છે. તેમાં પણ અંધારામાં હાઈવે પર પગપાળા જવું જોખમી બન્યું છે. આવામાં હાલ ભાદરવી પૂનમને લઈને અનેક ભક્તો પગપાળા અંબાજી તરફ જઈ રહ્યાં છે. ત્યારે અબાજી નજીક વાહન અડફેટે 3 પદયાત્રીના મોત નિપજ્યા છે. રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વાહને રાતના અંધારામાં 5 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

મૃતકોના નામ

  • નરેશ બચુભાઈ ડામોર, ઉંમર 16 વર્ષ
  • હરીશ શંકરભાઈ ડામોર, ઉંમર 15 વર્ષ
  • રેશમીબેન ભોઈ, ઉંમર 12 વર્ષ

ઈજાગ્રસ્તોના નામ

  • ઈન્દ્રા સોમાજી તબીયાડ, ઉંમર 14 વર્ષ
  • રાકેશ ડામોર, ઉંમર 12 વર્ષ 

મૃતકોમાં 2 કિશોર અને 1 કિશોરીનો સમાવેશ થાય છે. ત્રણેય કિશોરના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કારણ કે, ત્રણેય મૃતકો કિશોરવસ્થાના છે, જેઓ પરિવાર સાથે અંબાજીમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના કાળ બનીને પરિવાર પર ત્રાટકી હતી.

(નોંધ-ઉપરોક્ત તસ્વીર ફાઈલ તસવીર છે)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments