Homeદે ઘુમા કેરવિ શાસ્ત્રી બાદ જો આ ખેલાડીની કોચ તરીકે પસંદગી થઈ તો કોહલીને...

રવિ શાસ્ત્રી બાદ જો આ ખેલાડીની કોચ તરીકે પસંદગી થઈ તો કોહલીને પસંદ નહીં આવે

Team Chabuk-Sports Desk: UAEમાં યોજાનારા T20 વિશ્વકપ બાદ ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. એવામાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ હેડ કોચની પોસ્ટ માટે નવા વિકલ્પ શોધવાની દિશામાં અત્યારથી જહેમત ઉઠાવવાની શરૂ કરી દીધી છે. સમાચાર મળી રહ્યા છે કે નવી પોસ્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણ અને અનિલ કુંબલેની સાથે ચર્ચા વિમર્શ ચાલી રહી છે.

BCCIના એક સૂત્ર પાસેથી જાણકારી મળી રહી છે કે જે રીતે અનિલ કુંબલેને ભારતીય ટીમના હેડ કોચની પોસ્ટ પરથી હટાવવામાં આવ્યા હતા, તેનાથી બોર્ડ ખુશ નથી અને તેમને એક તક આપવા માગે છે. સૂત્રોનું કહેવું છે કે COAએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના દબાણમાં આવીને અનિલ કુંબલેને હેડ કોચના પદ પરથી હટાવી દીધા હતા. અને હવે આ નિર્ણયને સુધારવામાં આવશે.

BCCIના સૂત્રએ PTIને કહ્યું હતું કે, ‘અનિલ કુંબલેને નિષ્કાષિત કરવામાં આવ્યા તેમાં હવે સુધારની આવશ્યકતા છે. જે રીતે COAએ કોહલીના દબાણમાં આવીને કુંબલે પદ પરથી હટાવ્યા હતા,  એ યોગ્ય પદ્ધતિ નહોતી. જોકે એ કુંબલે અને લક્ષ્મણ પર પણ નિર્ભર કરે છે કે, આ પદ માટે તેઓ એપ્લાય કરવા ઈચ્છે છે કે નહીં.’

સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે હેડ કોચની પોસ્ટ માટે કેટલાક પસંદગીના લોકો જ એપ્લાઈ કરી શકે છે. આ અંગે BCCIના સૂત્રએ જણાવ્યું હતું કે, ‘BCCIના હેડ કોચનો માપદંડ કંઈક એ રીતે હશે કે, કેટલાક પસંદગીના લોકો, જેમનો ખેલાડી તરીકેનો રેકોર્ડ સારો હશે અને જેમની પાસે કોચિંગનો પણ અનુભવ હશે, તેઓ જ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે.’

ભારતીય ટીમના બેટીંગ કોચ વિક્રમ રાઠોરના હેડ કોચ તરીકે પસંદગી કરવા પર જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે માહિતી મળી હતી કે, ‘તેઓ ઈચ્છે તો એપ્લાઈ કરી શકે છે, પણ તેમની પાસે ભારતીય ટીમના હેડ કોચ બનવાની યોગ્યતા નથી. વિક્રમ આસિસ્ટન્ટ કોચના રૂપે બેસ્ટ છે. જોકે અમે નવો કોચ પસંદ કરીશું તો તેમની પાસે પોતાની એક ટીમ હશે. તો જોઈએ શું થાય છે.’

2016ની સાલમાં રવિ શાસ્ત્રીને હટાવી અનિલ કુંબલેની ભારતીય ટીમના કોચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ભારતીય બોર્ડની ક્રિકેટ સલાહકાર સિમિતિનું પ્રતિનિધિત્વ કરી રહેલા સચિન, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીએ મળીને આ નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીની સાથે ચાલતા મતભેદના કારણે કુંબલેએ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ હાર્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે બોર્ડ ફરી એક વખત તેમને જવાબદારી સોંપવાનું વિચારી રહ્યું છે.

જ્યારે લક્ષ્મણની વાત કરવામાં આવે તો તેઓ પણ ભારતીય ક્રિકેટનું એક મોટું નામ રહ્યા છે. ભારત માટે 150 જેટલી ટેસ્ટ મેચ રમી ચૂકેલા લક્ષ્મણ ગત કેટલાક વર્ષોથી આઈપીએલની હૈદરાબાદની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને કોચિંગ આપી રહ્યા છે. જેથી તેમની પાસે બહોળો અનુભવ પણ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments