Team Chabuk-National Desk: કર્ણાટકના કોપ્પલ જિલ્લાના મિયાપુર ગામના એક મંદિરમાં દલિત પરિવારનું બે વર્ષનું બાળક મંદિરમાં ઘુસી ગયું હતું. બાળકનું મંદિરમાં પ્રવેશવું પુજારીને ગમ્યું નહોતું. તેણે અને ઉપલી જાતિના કેટલાક લોકોએ દલિત પરિવાર પર 25 હજાર રૂપિયાનો દંડ ઠોક્યો હતો. આ દંડ મંદિરના શુદ્ધિકરણ માટે હતો.

ગામના લોકોએ જણાવ્યું હતું કે 4 સપ્ટેમ્બરના રોજ દલિત પરિવાર પ્રાર્થના માટે મંદિરમાં આવ્યું હતું. તેઓ અંદર નહોતા પ્રવેશ્યા પણ બહાર ઊભીને જ પ્રાર્થના પૂર્ણ કરી હતી. તે લોકો જ્યારે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે જાતિના ભેદભાવમાં ન માનતું બાળક મંદિરમાં પ્રવેશી ગયું હતું.
બાળક મંદિરમાં ઘુસી જતા પુજારી અને અન્ય લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી. એ સમયે તો કંઈ ન થયું પણ રહી રહીને 11મી સપ્ટેમ્બરે તેમણે પરિવાર પર 25 હજાર રૂપિયાનો દંડ ઠોકી દીધો. એમ કહેવામાં આવ્યું કે, આ પૈસાથી મંદિરનું શુદ્ધિકરણ થશે.

બાળકના પિતાનું નામ ચંદ્રુ છે. તેમનું આ સમગ્ર ઘટનાને લઈ કહેવું છે કે, ‘એ દિવસે મારા પુત્રનો જન્મદિવસ હતો. અમે અમારા ઘરની સામે જ રહેલા અંજનીય મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યાં પહોંચતા વરસાદ શરૂ થયો તો મારો પુત્ર વરસાદથી બચવા માટે મંદિરમાં ઘુસી ગયો.’
સ્થાનિક પ્રશાનસ સુધી મંદિરમાં બાળકના ઘુસવા પર દંડ પેટે 25 હજાર રૂપિયાની વાત પહોંચી તો તેમણે હસ્તક્ષેપ કર્યો હતો. અધિકારીઓએ આ આખી ઘટના પર આડાહાથ નાખ્યા હતા અને દંડ ફટકારનારાઓને ચેતવણી પણ આપવામાં આવી હતી.

બીજી બાજુ ચંદ્રુના સમાજના લોકોએ પણ વિરોધ નોંધવ્યો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું હતું. જોકે પરિવારે કોઈ પણ પ્રકારની એફઆઈઆર ફાઈલ કરાવવાથી ઈન્કાર કરી દીધો હતો. તેઓ નથી ઈચ્છતા કે, ગામની શાંતિમાં ખલેલ પહોંચે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત