Homeગુર્જર નગરીપાટણ: બાળકીએ કોઈને વાત કહી નથી એનું પારખું કરવા મહિલાએ ઉકળતા તેલમાં...

પાટણ: બાળકીએ કોઈને વાત કહી નથી એનું પારખું કરવા મહિલાએ ઉકળતા તેલમાં હાથ નખાવ્યા

Team Chabuk-Gujarat Desk: રસોઈ બનાવતી વખતે જરાક અમથો તેલનો છાંટો ઉડે તોપણ કેવી કંપારી છૂટી જાય. માની લો કે કોઈ બાળકીનો હાથ ધગધગતા તેલમાં પરાણે નાખી દેવામાં આવે તો? મૂર્ખતા અને અંધશ્રદ્ધાનો વધુ એક વરવો કિસ્સો પાટણમાંથી સામે આવ્યો છે. એક મહિલાએ અગિયાર વર્ષીય બાળકીના હાથ તેલમાં નખાવી દીધા હતા. થોડા સમય પહેલા આ મહિલા કોઈ અજાણી વ્યક્તિની સાથે ઘરના દરવાજા પાસે ઊભી વાત કરતી હતી ત્યારે આ બાળકી તેને જોઈ ગઈ હતી. મહિલાએ બાળકીને બોલાવી, તે કોઈને કહ્યું તો નથીને એમ પૂછ્યું હતું. બાદમાં પારખા કરવા માટે માસૂમ બાળકીનો હાથ તેલમાં નાખતા સળગી ગયો હતો.

rps baby world

પાટણ જિલ્લાના સાંતલપુરમાં મંગળવારના અગિયાર વાગ્યે આ ઘટના બની છે. જ્યાં લખીબહેન નામની એક મહિલાએ બાળકીને બોલાવી હતી અને ધમકાવી પૂછ્યું હતું કે, ‘આજથી દસેક દિવસ પહેલાં તે મને અજાણી વ્યક્તિ સાથે મારા ઘરના દરવાજા પાસે વાત કરતાં જોઈ હતી. આ વાત તે કોઈને કીધી છે?’ આ અંગે બાળકીએ તો નનૈયો ભણ્યો હતો પણ લખીબહેનને વિશ્વાસ નહોતો એટલે એમણે ઘરમાં લઈ જઈ બાળકીને વાત કોઈને ન કહી હોય તો ગરમ તેલમાં હાથ નાખી બતાવવાનું કહ્યું હતું.

rps baby world

બાળકી ગભરાઈ ગઈ હતી. લખીબહેને તેને ગાળો ભાંડી હતી. બાળકીએ જ્યારે ભાગવાનું ઈચ્છ્યું તો ક્રૂર લખીએ તેનો હાથ લઈ ગરમ તેલમાં નાખી દીધો હતો. બાળકી બુમાબુમ કરવા લાગતા લખીના મોતિયા મરી ગયા હતા અને તેણે ગડગડતી હડી કાઢી હતી. બાળકીની ચીસાચીસ સાંભળી લોકો દોડી આવ્યા હતા અને તેને સાંતલપુર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીંથી વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

rps baby world

બાળકીના પિતાએ લખી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તેને પકડવાની ગતિવિધિ આરંભી હતી. જોકે લખી તેલકાંડ કર્યા બાદ ક્યાંય ભાગી નહોતી એટલે ઘરમાં જ હોય પોલીસે તેને નજરકેદ રાખી હતી. કોરોના ટેસ્ટ બાદ લખીની અટકાયત કરાશે. જણાવી દઈએ કે  થોડા સમય પહેલા સુરેન્દ્રનગરના એક અંતરિયાળ વિસ્તારમાં પાડોશીની વાતમાં આવી જઈ એક મહિલા અને પુરુષે ઉકળતા તેલમાં હાથ નાખી સતના પારખાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પારખા તો નહોતા થયા પણ હાથ સળગી ગયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments