Homeગુર્જર નગરીરાજકોટ: એવું શું થયું કે દેવાયત ખવડ ધોકો લઈ મેદાનમાં ઉતરી પડ્યા?

રાજકોટ: એવું શું થયું કે દેવાયત ખવડ ધોકો લઈ મેદાનમાં ઉતરી પડ્યા?

Team Chabuk-Gujarat Desk: ડાયરામાં રમઝટ બોલાવતા કાઠિયાવાડી કલાકાર હાથમાં ધોકો લઈ ધીંગાણું કરે તો કેવું લાગે? વાત થાય છે વાત તો મર્દ માણસની થાય અને રાણો રાણાની રીતે જેવા શબ્દો આપી ડાયરામાં છવાઈ જનારા અને સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાના વીડિયો અને નિવેદનના કારણે ચર્ચામાં રહેનારા દેવાયતભાઈ ખવડની.

rps baby world

દેવાયતભાઈને રવિરત્ન પાર્કમાં પાર્કિંગના મુદ્દે ડખ્ખો થયો હતો. વાત કંઈક એવી છે કે, એક સરકારી કર્મચારી અને તેની સાથે રહેતા સરકારી કોન્ટ્રાક્ટર વચ્ચે ઘણા સમયથી પાર્કિંગના મુદ્દાને લઈ ચકમક ઝરી રહી રહી છે. બુધવારના મોડી રાતે બનેલા બનાવ અંગે આસપાસના રહીશોએ જોયું હતું કે, કોન્ટ્રેક્ટરને બહાર બોલાવ્યા હતા અને તેમની સાથે પાર્કિંગના કોયડાને ઉકેલવાની વાતો ચાલતી હતી પણ થોડી વારમાં તો વાતાવરણ ગરમ થઈ ગયું હતું અને બઘડાટી પર ઉતરી આવ્યા હતા.

rps baby world

એવામાં ડાયરાના કલાકાર અને લોકસાહિત્યકાર દેવાયતભાઈ ધોકા સાથે મેદાનમાં કૂદી પડ્યા હતા. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર તેમના મિત્ર હોવાથી તેમણે ઝંપ લાવ્યું હતું. બાદમાં શાંતિથી આ આખી વાત આટોપાઈ ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments