Team Chabuk-Sports Desk: આઈપીએલમાં કેચને લઈ એક નવો કિર્તીમાન રચાઈ ગયો છે. કોલકાતા અને મુંબઈની વચ્ચે 23 સપ્ટેમ્બરની સાંજે થયેલા મુકાબલામાં દિનેશ કાર્તિકે આ અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દિનેશ કાર્તિક હવે આઈપીએલમાં 115 કેચ કરતા સૌથી વધારે કેચ કરનારો વિકેટ કીપર બની ગયો છે. દિનેશે આ ઉપલબ્ધિ 205 આઈપીએલ મેચમાં પ્રાપ્ત કરી છે.

આ મેચમાં કોલકાતાએ મુંબઈને સરળતાથી પરાજયનો સ્વાદ ચખાડી દીધો હતો. બે પોંઈન્ટની પ્રાપ્ત કરતાની સાથે કોલકાતાની ટીમ હવે પોંઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર પહોંચી ગઈ છે જ્યારે ગત વર્ષની ચેમ્પિયન મુંબઈ છઠ્ઠા સ્થાન પર છે. દિનેશ કાર્તિકે મેચની પ્રથમ ઈનિંગની તેરમી ઓવરમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે કૃષ્ણા પ્રસાદની બોલ પર સૂર્યકુમાર યાદવનો કેચ પકડ્યો હતો. કેચ પકડતા જ દિનેશ કાર્તિકે મહેન્દ્ર સિંહ ધોનીના 114 મેચના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

રસપ્રદ વાત એ છે કે ધોનીને દિનેશથી આગળ નીકળવા માટે વધારે પ્રતીક્ષા કરવાની જરૂર નથી. ધોની આગામી મેચમાં ફરી વખત આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. મેચની દૃષ્ટીએ જોવામાં આવે તો દિનેશનો આ રેકોર્ડ 205 મેચમાં જ્યારે ધોનીનો કિર્તીમાન 212 મેચમાં બન્યો છે.

ધોની અને દિનેશ બાદ આ લિસ્ટમાં રોબિન ઉથપ્પાનું નામ આવે છે. જોકે તેના નામે માત્ર 58 કેચ બોલે છે. જો વિકેટકીપરના સ્વરૂપે રોબિનના કેચ બે ગણા કરી દેવામાં આવે તોપણ આ બંને ખેલાડીઓ સુધી તે ન પહોંચી શકેત. ધોની અને દિનેશ બે જ એવા ખેલાડી છે જેણે આઈપીએલમાં 100 ઉપર કેચ વિકેટની પાછળથી ઝડપ્યા હોય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત